**ઝાલોદ પોલીસ ટીમે થર્મલ ઈમેટ નાઇટ ડ્રોનની મદદ વડે સર્ચ ઓપરેશન હાથ ધરી ચોરોને પકડયા/ શ્રેષ્ઠ કામગીરી બદલ ગૃહમંત્રીએ X થકી અભિનંદન પાઠવ્યા** - At This Time

**ઝાલોદ પોલીસ ટીમે થર્મલ ઈમેટ નાઇટ ડ્રોનની મદદ વડે સર્ચ ઓપરેશન હાથ ધરી ચોરોને પકડયા/ શ્રેષ્ઠ કામગીરી બદલ ગૃહમંત્રીએ X થકી અભિનંદન પાઠવ્યા**


**થર્મલ ઈમેટ નાઇટ ડ્રોનથી ઝાલોદ પોલીસે રાત્રિ ઓપરેશન કરી ચોરોને પકડયા/ સારી કામગીરી બદલ ગૃહમંત્રીએ X થકી અભિનંદન પાઠવ્યા**
ઝાલોદ ખાતે ગતરોજ રાત્રિ દરમિયાન લુહારવાડા ખાતે સોમનાથ મંદિરમા મોડી રાત્રિના સમયે તસ્કરોએ મંદિરના તાળા તોડીને તિજોરીમાંથી ભગવાનના ચાંદીનુ છત્ર તેમજ રોકડા રુ/ મળી કુલ ૪૫૦૦/રુની મુદ્દામાલ સહિત ચોરી કરી નાસી છુટયા હતા.આ સમગ્ર ઘટના બાબતે આસપાસના રહીશોએ પોલીસને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવીને ચોરોને પકડવા પીછો કર્યો હતો જેમા ચોરોએ ઝાડી ઝાખરામા છુપાઇ ખેતરની આડમા કિચડ કાદવમા નાસી ભાગ્યા હતા,ઝાલોદ પોલીસે સમગ્ર રાત્રિ દરમિયાન ચોરોને પકડવા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ જેમા ચોરોને પકડવા માટે ડ્રોનનો ઉપયોગ થકી પોલીસને ચોરોને પકડવામા સફળતા મળી હતી...
ત્યારે દાહોદ SP ઝાલા સાહેબે દાહોદ જીલ્લામા ચાર્જ સાંભળતા સાયબર સહિત ચોરી લુંટના ગુનાઓ પર કાબુ મેળવવા ખાસ કરી રહેણાંક વિસ્તારમા નવીનતર રીતે ટેક્નોલોજી પ્રયોગ સમગ્ર ગુજરાતમા પ્રથમ વખત દાહોદ જીલ્લામા હાથ ધરાયો હતો,જેના થકી ઝાલોદ પોલીસ dysp પટેલ સાહેબ સહિત PI, PSI સહિત સમગ્ર ટીમે ચોરોને પકડવા રાત્રિ દરમિયાન ડ્રોન વડે સફળતા મેળવીને ચોરોને પકડી પાડયા હતા તેવી શ્રેષ્ઠ કામગીરીની રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ દાહોદ SP પોલીસ ટીમની x ઉપર બિરદાવીને અભિનંદન પાઠવા હતા.


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.