પંચમહાલ- પાલીખંડા- લાભી ગામને જોડતા સ્ટેટ હાઈવે પર સ્પીડબ્રેકર લગાવાની જાગૃત ગ્રામજનોની માંગ
શહેરા,
પંચમહાલ જીલ્લામાંથી હાલોલ-શામળાજી હાઈવે માર્ગ પસાર થાય છે.શહેરા પાસે પાલિખંડા ગામ અને લાભી ગામ તરફ જતા રસ્તા આ હાઈવે માર્ગ જોડાયેલો છે. લાભી અને પાલીખંડા ગામમાંથી આ રસ્તા હાઈવે માર્ગને જોડે છે.લુણાવાડા અને ગોધરા તરફથી વાહનો આવતા હોય છે. આ બાજુ લાભી અને પાલીખંડા ગામ બાજુથી પણ બાઈકચાલકો વાહનચાલકો આવતા હોય છે.ઘણીવાર વાહનો સ્પિડમા હોવાથી અકસ્માતનો ભય પણ સતાવે છે. ત્યારે તંત્ર દ્વારા જે રીતે શહેરાના અણિયાદ ચોકડી તેમજ સિંધી ચોકડી અને હોસેલાવ ચોકડી પાસે સ્પીડ બ્રેકર બનાવામા આવ્યા છે તેવા સ્પીડબ્રેકર બનાવામા આવે તેવી જાગૃત ગ્રામજનો માંગ કરવામાં આવી રહી છે. ખાસ કરીને આ સ્ટેટ હાઈવે હોવાથી મોટા વાહનો ઉત્તર ભારત અને મુંબઈ તરફ અવરજવર વધારે કરતા હોય છે. ગ્રામીણ વિસ્તારમાં જતા ચાલકોને વાહનો ક્રોસ કરાવા હોય ત્યારે થોભવુ પડે છે. અહી સ્પીડબ્રેકર બનાવમા આવે તો અકસ્માત થતો નિવારી શકાય
રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે
