નીંભર તંત્રને કારણે વિદ્યાર્થીઓ પર ઝળુંબતો અકસ્માતનો ખતરો
રાજકોટ મહાનગરપાલિકા પોતાની સિટી બસ સેવાના વખાણ કરતા થાકતું નથી. પરંતુ હકીકત એ છે કે, શહેરમાં જાહેર પરિવહન સેવા ખાડે ગયેલી છે. કોઈપણ શહેરમાં શાળા-કોલેજના રૂટમાં સૌથી વધુ બસ મુકવામાં આવે છે પરંતુ રાજકોટમાં ઓછી બસ અને તે પણ ખખડધજ ડીઝલ સિટી બસ મુકાય છે. વિદ્યાર્થીઓ શાળા કોલેજનો સમય સાચવવા માટે સિટી બસમાં જોખમી રીતે મુસાફરી કરવા મજબૂર બન્યા છે આ કારણે અકસ્માતનો ભય ઝળુંબતો રહે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.