રંગોત્સવ સેલિબ્રેશન સંસ્થા દ્વારા નેશનલ લેવલ ડ્રોઈંગ કોમ્પીટીશનની ઈવેન્ટમાં બોટાદની શાળા નં.૧૩ની વિશિષ્ટ સિદ્ધિ
(અજય ચૌહાણ)
રંગોત્સવ સેલિબ્રેશન સંસ્થા દ્વારા યોજાયેલ નેશનલ લેવલ ડ્રોઈંગ કોમ્પિટિશનમાં બોટાદની શ્રી સુભાષચંદ્ર બોઝ પ્રા.શાળા નં.13 ના ધોરણ 3 થી 8 નાં 30 બાળકોએ ભાગ લીધો હતો. જેમાં ધોરણ 8 ના વિદ્યાર્થી લકુમ પ્રતીક ભાવેશભાઈ આર્ટ મેરિટ એવોર્ડ વિજેતા બનેલ છે,7 વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ,5 વિદ્યાર્થીઓ સિલ્વર મેડલ,4 વિદ્યાર્થીઓ બ્રોન્ઝ મેડલ અને 1 વિદ્યાર્થી સરપ્રાઈઝ ગિફ્ટ વિજેતા બનેલ છે.આગામી આંતરરાષ્ટ્રીય કોમ્પિટિશન માટે 18 વિદ્યાર્થીઓ પસંદ થઇ શાળાનું ગૌરવ વધારેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.