ગાંભોઇ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબશ્રી ગાંધીનગર વિભાગ ગાંધીનગર નાઓએ પ્રોહીબીશનના નાસતા ફરતા આરોપીઓ પકડવા આપેલ ડ્રાઇવ અનુસંધાને પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબશ્રી સાબરકાંઠા નાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી અસરકારક કામગીરી કરવા આપેલ સુચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એન.કરંગીયા સાહેબ એલ.સી.બી.સાબરકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પોલીસ.સબ.ઇન્સ્પેક્ટરશ્રી ડી.સી.પરમાર તથા એ.એસ.આઇ વિક્રમસિંહ પુંજસિંહ તથા અ.હે.કો. ધવલકુમાર રવજીભાઇ તથા અ.પો.કો વિક્રમસિંહ મંગળસિંહ તથા અ.પો.કો. પ્રવિણસિંહ ચતુરસિંહ તથા આ.પો.કો. પ્રકાશભાઇ પ્રભાભાઇ તથા આ.પો.કો અનિરૂધ્ધસિંહ ઇન્દ્રસિંહ તથા ડ્રા.પો.કો રમતુજી મણાજી નાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતાં.
દરમ્યાન ખાનગી રાહે બાતમીદારથી બાતમી મળેલ કે, ગાંભોઇ પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.૨ નંબર-૧૧૨૦૯૦૧૪૨૪૦૫૧૧/૨૦૨૪ પ્રોહી એક્ટ કલમ.૬૫(એ.ઇ). ૮૧ મુજબના ગુન્હામાં સંડોવાયેલ અને પકડવાનો બાકી નાસતો ફરતો આરોપી બંસીલાલ ખીમજીભાઇ કલાલ રહે.ગુડા (પાટીયા) તા.નયાગાંવ જી.ઉદેપુર રાજસ્થાનવાળી ગ્રે કલર જેવી અડધી બાંયની ટીશર્ટ તથા ગ્રે કલરનો ચડ્ડો પહરેલ છે અને ગુડા (પાટીયા) ગામના રોડ ઉપર ઉભો છે જે બાતમી હકીકત આધારે તાત્કાલિક ઉપરોક્ત સ્ટાફના માણસો સાથે બાતમી હકિકત વાળી જગ્યાએ જતાં બાતમી વાળો ઇસમ હાજર મળી આવતા તેનું નામઠામ પુછતાં પોતે પોતાનું નામ બંસીલાલ S/O ખીમજીભાઈ ઉર્ફે ખેમા કલાલ (મેવાડા) ઉ.વ.૪૭ હાલ રહે.ગુડા ઠેકા ઉપર તા.નયાગાંવ જી.ઉદેપુર રાજસ્થાન મુળ રહે.બસ્સી ઝુંઝાવત તા.સલુમ્બર જી.ઉદેપુર રાજસ્થાનનો હોવાનું જણાવેલ જેથી સદરી ઇસમને ઉપરોક્ત ગુન્હા બાબતે પુછપરછ કરી તેમજ ગુન્હાઓના રેકર્ડ આધારે તપાસ કરતા સદરી ઇસમ ગાંભોઇ પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નંબર- ૧૧૨૦૯૦૧૪૨૪૦૫૧૧/૨૦૨૪ પ્રોહી એકટ કલમ.૬૫(એ.ઇ),૮૧ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો હોવાનુ જણાઇ આવેલ.
જેથી સદરી નાસતા ફરતા આરોપી બંસીલાલ S/O ખીમજીભાઈ ઉર્ફે ખેમા કલાલ (મેવાડા) ઉ.વ.૪૭ હાલ રહે.ગુડા ઠેકા ઉપર તા.નયાગાંવ જી.ઉદેપુર રાજસ્થાન મુળ રહે.બસ્સી ઝુંઝાવત તા.સલુમ્બર જી.ઉદેપુર રાજસ્થાન વાળાને ગાંભોઇ પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નંબર-
૧૧૨૦૯૦૧૪૨૪૦૫૧૧/૨૦૨૪ પ્રોહી એકટ કલમ.૬૫(એ.ઇ).૮૧ મુજબના ગુનાના કામે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા કલમ ૩૫(૧)(જે) મુજબ અટક કરી ગાંભોઇ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. આમ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા દ્વારા ગાંભોઇ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડવામાં સફળતા મેળવેલ છે.
✒️
રિપોર્ટર હસન અલી સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.