પડવલા GIDC માં પ્રાંત અધિકારી દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રોટેક પંપમાં મિટિંગ.
પડવલા GIDC માં પ્રાંત અધિકારી દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રોટેક પંપમાં મિટિંગ.
કલેકટર શ્રી પ્રભવ જોશી એ પાણી સંકટના નિવારણ માટે એક ઉત્તમ પગલું ભર્યું છે. તેમની દ્રષ્ટિ અને માર્ગદર્શન હેઠળ, પ્રાંત અધિકારી શ્રીમતી મહેક જૈનને આ કામગીરી સોંપવામાં આવી છે. તેમના માર્ગદર્શન હેઠળ, પડવલા-લોઠડા-પીપલાળા GIDC ના પ્રમુખ જેન્તીભાઈ સરધારા તેમજ એસો.ની ટીમ સાથે (રોટેક પંપ ) રમેશભાઈ વેકરીયા તથા અશોકભાઈ વેકરીયા ને ત્યાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોર રીચાર્જ માટે ઉકેલ શોધવા પર ચર્ચા કરવામાં આવી.વિશ્વમાં સૌથી વધારે ભયંકર જો કોઈ પ્રશ્ન હોઈ તો તે દિવસે દિવસે પાણીના તળ ઉંડા જતા જાય છે, ત્યારે ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંપૂર્ણ ભારતના દરેક જીલ્લાના કલેકટર સાથે વરસાદી પાણીના જતન માટે મિટિંગનું આયોજન કરીને દરેક ઉદ્યોગકર સાથે મિટિંગનું આયોજન કરીને યોગ્ય પગલા લેવા સંસ્થાઓને સહકાર લઈ આ કાર્યને વેગ આપવા નક્કી થયેલ તેના અનુસંધાને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું.
પડવલા-લોઠડા-પીપલાળા GIDC ના પ્રમુખ જેન્તીભાઈ સરધારા દ્વારા જણાવેલ કે, જો ઇન્ડસ્ટ્રીઝ માં મજબુત રીતે ઉત્પાદન કરી વેપાર કરવો હશે તો વરસાદી પાણી ને યોગ્ય જતન કરવા દરેક કારખાનામાં સ્ટાફ પ્રમાણે વરસાદી શુધ્ધ પાણી પીવા માટે પાણીના ટાંકા બનાવવા જોઈએ અને તેમાં વરસાદી પાણીનો સ્ટોર કરવો જોઈએ અને ટાંકો ઓવરફલો થાય તેનું પાણી બોરમાં ઉતરવું જોઈએ આજ રીતે આપણી ઇન્ડસ્ટ્રીઝમાં કે ગામડાઓમાં વરસાદના પાણીનું યોગ્ય જતન કરવા માટે ચેકડેમોને રીપેરીંગ કે ઉંડા કરવા જોઈએ.પ્રાત અધિકારી હિરેનભાઈ જોષી દ્વારા જણાવેલ કે, ભારત સરકારશ્રી ના આદેશ મુજબ કલેકટર શ્રી દ્વારા દરેક ઇન્ડસ્ટ્રીઝ માં વધુમાં વધુ વરસાદી પાણીનો સંગ્રહ કરવો ખુબ જરૂરી છે જેના માટે દરેક કારખાના દારોએ પડતર બોરમાં અગાસીના પાણી ઉતારવા જોઈએ અને જરૂર જણાય ત્યાં નવા રીચાર્જ બોર કરી ને પણ પાણી ઉતારવા જરૂરી છે. કારણકે કોઈ પણ બિઝનેશમાં પાણી એ બિઝનેશ ની કમર છે જો પાણી ન હોય તો બિઝનેશ માં ખુબ મોટી નુકશાની ભોગવાનો વારો આવે છે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરેલ તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયેલ અને જમીનની અંદર પાણીના તળ ખુબ ઊંચા આવેલ છે.ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. તેમજ ૧૧,૧૧૧ રીચાર્જ બોર કરવાનો પણ સંકલ્પ કરેલ છે.આ મીટીંગમાં ઉપસ્થિત રમેશભાઈ વેકરીયા, અશોકભાઈ વેકરીયા, પ્રાંત અધિકારી હિરેનભાઈ જોષી, જેન્તીભાઈ સરધારા, ચેતનભાઈ કોઠીયા, કમલેશભાઈ લોરિયા, ધનશ્યામભાઈ ચોવટિયા, તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, કૌશિકભાઈ સરધારા, શૈલેશભાઈ જાની, વગેરે ભાઈઓ હાજર રહયા હતા.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
