શહેરીજનો મેઘમહેરના હેતથી ભીંજાયા, અઢી ઈંચ વરસાદ
અસહ્ય બફારા બાદ બે કલાક ધોધમાર વરસાદથી ઠંડક પ્રસરી
રાજકોટ શહેર એક મહિનાથી વરસાદની હેલી માટે તરસી રહ્યું છે. બે દિવસ ભારે ઉકળાટ રહ્યા બાદ મંગળવારે સાંજે છ વાગ્યે મેઘમહેર શરૂ થઈ હતી. માત્ર બે જ કલાકમાં શહેરમાં અઢી ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો. શહેરીજનો વરસાદમાં નહાવા માટે નીકળ્યા હતા. હેતથી ભીંજાયા હતા અને આકરા બફારામાં શીતળતા માણી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.