EDએ ફરી એક વખત Paytm અને PayU પરિસરમાં દરોડા પાડ્યા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ નકલી ચાઇનીઝ લોન કંપની દ્વારા નાણાકીય અનિયમિતતા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં નવા દરોડા પાડ્યા હતા.
ગઈકાલે EDએ Paytm, PayU કંપની અને અન્ય પેમેન્ટ ગેટવે ઓપરેટર્સના પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ED દ્વારા ત્રણ રાજ્યોના પાંચ શહેરોમાં વિવિધ ઓપરેટરોની શોધમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ સંદર્ભમાં, પેટીએમના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઇડીએ વિવિધ પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર પાસેથી અમુક વેપારીઓ વિશે માહિતી માંગી છે. અમે તમામ જરૂરી માહિતી શેર કરી છે. પ્રવક્તાના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી એ જ કેસ સાથે સંબંધિત છે જે એજન્સીએ આ મહિનાની શરૂઆતમાં કર્યું હતું.
આ મહિને 17 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા
એજન્સીએ 2 સપ્ટેમ્બરે બેંગ્લોરમાં Paytm, Razorpay અને Cashfree જેવા પેમેન્ટ ગેટવેના પરિસરમાં દરોડા પાડ્યા હતા. ત્યારપછી EDએ મર્ચન્ટ આઈડી અને ચીની વ્યક્તિઓ દ્વારા નિયંત્રિત સંસ્થાઓના બેંક ખાતામાં રાખેલા રૂ. 17 કરોડના નાણાં જપ્ત કર્યા હતા. EDને તપાસમાં જાણવા મળ્યું હતું કે આ કંપનીઓના નકલી સરનામા હતા.
નાણામંત્રીએ બેઠક કરી હતી
આ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે 8 સપ્ટેમ્બરે RBI અધિકારીઓની બેઠકમાં ગેરકાયદે લોન એપ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ઉપરાંત, આવી એપ્સના સંચાલનને ચકાસવા માટે અનેક પગલાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.