બહેનપણીના ભાઈએ અવારનવાર દુષ્કર્મ આચર્યું: પુત્રીનો જન્મ થયા બાદ તરછોડી દીધી
રાજકોટમાં પ્રતિદિન દુષ્કર્મના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે વધું એક કિસ્સો સામે આવ્યો છે. હાલ કાલાવડ પંથકમાં રહેતી ત્યકતાને તેની બહેનપણીના કોઠારીયા સોલવન્ટમાં રહેતાં ભાઈ ભરત નામના શખ્સે ત્યકતાને પ્રેમજાળમાં ફસાવી
મૈત્રીકરાર કરી રાજકોટમાં અલગ અલગ સ્થળોએ અવારનવાર દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દિધો હતો. બાદમાં ત્યકતાએ પુત્રીને જન્મ આપતાં તેણીને આરોપી પોતાના વતનમાં તરછોડી નાસી છૂટતાં તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.બનાવ અંગે કાલાવડ પંથકની 25 વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ભરત મૂળજી ચંદ્રપાલ (રહે.હરિદ્વાર -01 કોઠારીયા સોલવન્ટ) નું નામ આપતાં તાલુકા પોલીસે આરોપી વિરૂદ્ધ દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ભોગ બનનાર ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે છેલ્લા પાંચેક માસથી તેની દોઢ વર્ષની પુત્રી સાથે એકલી રહે છે. નવેક વર્ષ પહેલા તેમને રાજકોટના યુવક સાથે લગ્ન કરેલ હતાં. લગ્ન જીવન દરમિયાન તેમણે સંતાનમાં એક પુત્ર હતો અને લગ્નના દોઢેક વર્ષ બાદ તેમની સાથે છુટાછેડા થઈ ગયેલા જેથી તેણી તેના પુત્ર સાથે રાજકોટમાં બાલાજી હોલ વિસ્તારમાં ભાડે મકાનમાં રહેતાં હતાં. પાંચેક વર્ષ પહેલા તેણીની બહેનપણી તેના બાળકો સાથે તેના પિતાનુ ઘર છોડી તેણીના ઘરે રહેવા આવેલ હતી.
દરમિયાન બંને બહેનપણી ફરિયાદીની નાના મૌવા સર્કલ વિસ્તારમાં રહેતી તેની માતાના ઘરે આટો દેવા આવેલ ત્યારે તેની બહેનપણીનો સગો નાનો ભાઇ ભરત ચંદ્રપાલ તેની બહેનને મળવા તેમજ તેના ઘરે તેડી જવા માટે આવેલ પરંતુ તેની બહેને તેની સાથે જવાની ના પાડેલ ત્યારે પ્રથમ વખત ફરિયાદીની આરોપી સાથે મુલાકાત થયેલ અને બન્ને વચ્ચે પરીચય થયેલ હતો.
ત્યારે જ બન્નેએ એક બીજાના મોબાઇલ નંબરની આપ-લે કરેલ બાદ બંને વચ્ચે ઘણી વખત મોબાઇલમા વાતચીત થતી હતી. બાદમાં બન્ને એકબીજાની નજીક આવેલ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયેલ હતો. બાદમાં ભરત તેના પિતાનુ ઘર છોડી તેણી સાથે તેણીના ઘરે રહેવા આવી ગયેલ બાદમાં
આરોપીએ તેણીની સાથે મૈત્રીકરાર કરેલ અને પ્રથમ વખત આરોપીએ મરજી વિરુધ્ધ શારીરીક સંબંધ બાંધેલ અને તે મકાનમાં એકાદ માસ રહેલ જ્યા આરોપીએ મરજી વીરુધ્ધ ત્રણથી ચાર વાર શારીરીક સંબંધ બાંધેલ બાદ તેઓ માધાપર ચોકડી પાસે શેઠનગર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેવા ગયેલ જ્યાં એકાદ માસ રહેલા ત્યા પણ વારંવાર ના પાડવા છતા આરોપીએ તેણી સાથે મરજી વિરુધ્ધ શારીરીક સંબંધ બાંધેલ ત્યાર બાદ ત્યાંથી મેટોડામાં અલગ અલગ જગ્યાએ રહેવા ગયેલ જ્યા પણ હવસ ભૂખ્યા આરોપીએ બળજબરીથી શારીરિક સંબંધ બાંધેલ તેના પરીણામ સ્વરૂપે તેણીને ગર્ભ રહી ગયેલો અને મારે આઠેક માસનો ગર્ભ હતો.ત્યારે ત્યાથી ગ્રીનલેન્ડ ચોકડી પાસે નવાગામ પોલીસ ચોકી વિસ્તારમાં રહેવા આવેલ ત્યા તેણીએ પુત્રીને જન્મ આપેલ હતો.
દરમિયાન દોઢેક માસ જેટલો સમય આરોપીએ તેણી સાથે શારીરિક સંબંધ સંબંધ બાંધેલ નહી બાદ તેઓ આરોપીના મૂળ વતન કાલાવડ પંથકમાં રહેવા જતા રહેલા અને ત્યાર બાદ આરોપી તેણીને અને તેની પુત્રી અને પુત્રને છોડીને જતો રહ્યો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી પીએસઆઇ પી.એસ.નાઈ અને ટીમે આરોપીને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.