મહેસાણા જીલ્લાના વિજાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચેઈન સ્નેચિંગ કરનાર બે ઇસમોને કુલ કિ.રૂ.૧,૬૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી, સાબરકાંઠા, લોકલ ક્રાઈમ બ્રાન્ચ - At This Time

મહેસાણા જીલ્લાના વિજાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચેઈન સ્નેચિંગ કરનાર બે ઇસમોને કુલ કિ.રૂ.૧,૬૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી, સાબરકાંઠા, લોકલ ક્રાઈમ બ્રાન્ચ


નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ, સાબરકાંઠા નાઓએ સાબરકાંઠા જીલ્લામાં બનતા ચેઈન સ્નેચિંગ તથા ચોરી જેવા કુત્ય કરનાર ઇસમોને પકડી પાડી અસરકારક કામગીરી કરવા કરેલ સુચના આધારે શ્રી એસ.એન.કરંગીયા, પો.ઇન્સ. એલ.સી.બી. નાઓએ સતત માર્ગદર્શન અને સુચના પુરી પાડેલ જેના ભાગ રૂપે એલ.સી.બી.સ્ટાફના શ્રી ડી.સી.પરમાર, પો.સ.ઈ. એલ.સી.બી. નાઓની રાહબરી હેઠળ આવા ગુન્હાઓ શોધી કાઢવા ASI દેવુસિંહ, ટેકનીકલ ASI બિજેશકુમાર, હિમાંશુરાજ HC નરસિંહભાઈ, વિનોદભાઈ, કલ્પેશકુમાર, PC હિમાંશુ, પ્રહર્ષકુમાર, દર્શનકુમાર, નિરીલકુમાર, ડ્રા.PC નરેન્દ્રસિંહ, ઇન્દ્રજીતસિંહ, જાતિનકુમાર વિગેરે સ્ટાફના માણસોની ટીમ બનાવેલ.

ઉપરોક્ત ટીમન માણસો હિંમતનગર બી ડીવીજન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ ફરી રહેલ હતા દરમ્યાન HC વિનોદભાઈ તથા PC પ્રહર્ષકુમાર નાઓને બાતમીદારથી બાતમી મળેલ કે, "તા.૧૨/૦૮/૨૦૨૪ ના રોજ વિજાપુર ખાતેથી સોનાના દોરાની ચોરી કરેલ બે ઇસમો એક કાળા કલરની હોન્ડા કંપનીની ડ્રીમ યુગા મોટર સાયકલ નંબર GJ31B8195 ની લઈને હિંમતનગર બસ ડેપોની બહાર રોડની સાઈડમાં ઉભા છે.” જેથી સદર આરોપીઓને કોર્ડન કરી પકડી પાડી તપાસ કરતા પ્રદિપસિંધ ધારાસિંઘ પ્રધાનસિંઘ સરદારજી રહે. મીઠાગામ કલાભાઈ ઠાકોરના મકાનમાં ભાડેથી તા.ભાંભર જી.બનાસકાંઠા તથા લવારવાસ ગજાનન ગૌશાળાની બાજુમાં દિયોદર તા.દિયોદર જી.બનાસકાંઠા મુળ રહે.કુબેરજી મહાદેવ મંદિરની પાછળ કપડવંજ તા, કપડવંજ જી.ખેડા તથા અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર ની અંગજડતી દરમ્યાન સોનાનો દોરાના ત્રણ ટુકડા મળી આવતા સદર સોનાનો દોરા બાબતે પુછતા તેઓ બન્નેએ મળીને વિજાપુર ખાતે ચેઇન સ્નેચિંગ કરેલ હોવાની કબુલાત કરતા સદરી બન્ને ઇસમોને ડીટેઈન કરી સોનાના દોરાના ત્રણ ટુકડાની કિ.રૂ.૧,૪૩,૦૦૦/- તથા મોસા.-૧ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૧.૬૮,૦૦૦/-નો મુદ્દામાલ કબજે કરી ગુન્હાના કામે વધુ તપાસ સારૂ હિંમતનગર બી-ડીવીજન પો.સ્ટે. સોપવામાં

આવેલ છે.

પકડાયેલ મુદ્દામાલ :-

સોનાના દોરાના ત્રણ ટુકડાની કિ.રૂ.૧,૪૩,૦૦૦/- મો.સા.-૧ કિ.રૂ.૨૦,૦૦૦/- મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૧.૬૮,૦૦૦/- નો મુદ્દામાલ

આરોપી/ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર

(૧) પ્રદિપસિંઘ દારાસિંઘ પ્રધાનસિંધ સરદારજી રહે. મીઠાગામ કલાભાઈ ઠાકોરના મકાનમાં ભાડેથી તા.ભાંભર જી.બનાસકાંઠા તથા લવારવાસ ગજાનન ગૌશાળાની બાજુમાં દિયોદર તા.દિયોદર જી.બનાસકાંઠા મુળ રહે.કુબેરજી મહાદેવ મંદિરની પાછળ કપડવંજ તા.કપડવંજ જી.ખેડા

(૨) એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર

( રિપોર્ટર હસન અલી સાબરકાંઠા )


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.