સાયલા તાલુકાની તમામ શાળામાં સેજકપર ના સરપંચ દ્વારા બટુક ભોજન કરાવ્યું.
સાયલા તાલુકાના નાનકડા ગામ સેજકપર ના સરપંચ દડુભાઈ ખવડ દ્વારા ભગીરથ કાર્ય કહેવાય એવુ કાર્ય કર્યું છે. સાયલા તાલુકાના તમામ ગામડાઓમાં શ્રાવણ વદ અમાસ જે સોમવતી અમાસ ના પવિત્ર દિવસે ધોરણ ૧ થી ૧૨ સુધી ના તમામ સરકારી પ્રાથમિક શાળા, પ્રાઇવેટ સ્કૂલ, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉતરબુનિયાદી વિદ્યાલય,ઘરશાળા, છાત્રાલય તથા અન્ય સ્કૂલ ના વિદ્યાર્થી ઓને બટુક ભોજન કરાવ્યું હતું. જે કાર્ય લગભગ કોઈ ભામાશા જ કરી શકે. દર વર્ષે તહેવારોમા હજારો લોકોને મીઠાઈ વિતરણ પણ કરે છે.જે લોકોને પણ જાણ બહાર હશે. હંમેશા ગરબોના મસીહા કહેવાય છે. તમામ શાળા ના આચાર્યો વતી શિક્ષણ વિભાગ દ્વારા દડુભાઈ ખવડ નો ખુબ આભાર માન્યો હતો.જેમને સેજકપર નું પણ નામ રોશન કર્યું છે.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.