ધંધુકામાં જળજીલણી અગિયારસની શોભાયાત્રા દબ દબાભેર સંપન્ન કરાઈ.
ધંધુકામાં જળજીલણી અગિયારસની શોભાયાત્રા દબ દબાભેર સંપન્ન કરાઈ.
અમદાવાદ જીલ્લા ના
ધંધુકામાં જળજીલણી અગિયારસની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં નવરાત્રી મંડળ, ગણપતિ ઉત્સવ મંડળો તથા ભજનમંડળો અને અક્ષર ચેરિટેબલ ટ્રસ્ટ સહિતના લોકો ધંધુકામાં જોડાયા હતા. શોભાયાત્રા સમગ્ર ધંધુકા પંથકમાં ફરી મોડી સાંજે સંપન્ન થઈ હતી.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે ગઇ કાલના રોજ બપોર 11:30 થી રામ ટેકરી ધંધુકાથી જળજીલણી ઠાકોરજીની પાલખી શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને આ પ્રાચીન અને એતીહાસિક શ્રી જળજીલણી શોભાયાત્રાનું દબદબાભેર સફળતાપૂર્વક ઉજવણીનું આયોજન રામ ટેકરી પરમ પૂજ્ય મહંતશ્રી તથા સર્વ હિન્દૂ પરિવાર દ્વારા કરવામાં આવ્યય હતું.
આ પ્રસંગે વર્ષો વર્ષ ઠાકોરજી શ્રી જળ જીલણી અગિયારસ ભાદરવા સુધી અગિયારસના દિવસે એકવાર જળ જીલવા નગરયાત્રાએ નીકળે છે. શોભા યાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ ફળીયાઓ, મહોલ્લાઓ, બજારોમાં વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુંઓ ઠાકોરજીના દર્શનનો લાભ લીધો હતો અને સાથે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. શોભા યાત્રામાં નવરાત્રી મંડળ ,ગણપતિ ઉત્સવ , મંડળો, તથા ભજન મંડળો અને અક્ષર ચેરિટેબલ ટ્રસ્ટ ધંધુકા પણ જોડાયા હતા. જળ જીલાણી અગિયારસ શોભાયાત્રા દરમિયાન ધંધુકા પોલીસ દ્વારા ખડે પગે રહી ચુસ્ત બંદોબસ્ત સાચવ્યો હતો. જળ જીલાની અગિયારસ પ્રસંગે ઠાકોરજીની પાલખી ધંધુકાના પ્રતિ ષષ્ટિક ઐતિહાસિક રામટેકરી મંદિરથી નીકળી હતી પાલખી યાત્રામાં સંતો મહંતો સેવકો આગેવાનો, વેપારીઓ અને ભાવિ ભક્તો ખુબ મોટી સંખ્યામાં જોડાયા હતા. ધંધુકા પોલીસ સ્ટેશન દ્વારા તમામ સ્ટાફ તથા હોમગાર્ડ તેમજ જી આરડી સહિતના સ્ટાફ ખડે પગે રહી ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
રિપોર્ટ : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.