બોટાદ ખાતે ૦૩ જી ડિસેમ્બરે દિવ્યાંગજનોનો સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાશે - At This Time

બોટાદ ખાતે ૦૩ જી ડિસેમ્બરે દિવ્યાંગજનોનો સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાશે


બોટાદ ખાતે ૦૩ જી ડિસેમ્બરે દિવ્યાંગજનોનો સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાશે

સરકારની કલ્યાણકારી યોજના અંગે વિવિધ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પુરું પડાશે

વિકલાંગ પરિવર્તન ટ્રસ્ટ,બોટાદ તેમજ પાર્થ યુવા મંડળ, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કલેક્ટર ડૉ.જિન્સી રોયની પ્રેરક ઉપસ્થિતિમાં તા.૦૩ જી ડિસેમ્બર, ૨૦૨૩ને રવિવારના રોજ સવારે ૯:૩૦ કલાકે બોટાદ સરકારી હાઇસ્કૂલ,સ્ટેશનરોડ,પોલીસ સ્ટેશનની સામે વિશ્વ દિવ્યાંગજન દિવસ સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં દિવ્યાંગજનોને સરકારી યોજનાનો લાભ,રમતગમતક્ષેત્રનું માર્ગદર્શન વિવિધ તજજ્ઞો,અધિકારીઓ,પદાધિકારીઓ અને કોચ દ્વારા પુરું પાડવામાં આવશે જેથી બોટાદ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના દિવ્યાંગ ભાઇઓ-બહેનોને ઉપસ્થિત રહેવા વિકલાંગ પરિવર્તન ટ્રસ્ટ,બોટાદ દ્વારા અનુરોધ કરાયો છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.