આટકોટ અને સાણથલીમાં બે સાપનું રેસ્ક્યુ કરાયું
સાણથલી ગામે રહીશોએ સાપના ડરથી સાપ પકડનાર હિતેશભાઈ યાદવ નો સંપર્ક કર્યો હતો. જેથી હિતેશભાઈ તાત્કાલિક ધોરણે સાણથલી ગામે પહોંચ્યા હતા. ત્યાં તેઓએ મહા મહેનતે સાપનું રેસ્ક્યુ કર્યું હતું. આ ઝેરી કોબ્રા સાપ હતો, જેનું રેસ્ક્યુ કર્યા બાદ આટકોટ ગામે પણ સાપ નીકળ્યો તેઓ ફોન આવતા તુરંત જ હિતેશભાઈ આટકોટ પહોંચ્યા હતા. અને ત્યાં પણ તેઓએ સાપ પકડી લીધો હતો ત્યારબાદ બંને સાપને જંગલમાં ખુલ્લા છોડી દેવામાં આવ્યા હતા. હિતેશભાઈએ જણાવ્યું હતું કે ગમે ત્યારે મારામાં સાપ પકડવાનો ફોન આવે ત્યારે હું બધા જ કામકાજ છોડીને સાપ રેસ્ક્યુ માટે દોડી જાવ છું. જેથી સાણથલી અને આટકોટના રહીશોએ હિતેશભાઈ નો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.