મધ્ય પ્રદેશથી બાંસવાડા જતી પિક ગાડી પાટિયા ઝોળ નદીના પુલ પરથી નીચે ખાબકી જતા અકસ્માત સર્જાયો.
અકસ્માતમાં ચાલક ને માથાના ભાગે ઇજા પહોંચી હતી તથા અન્ય એકને પણ નાની મોટી ઇજાઓ પહોંચી .
ગરબાડા તાલુકાના પાટિયા ઝોળ ગામે નદીના પુલ પર આંધળો વળાંક આવેલ છે જેના કારણે આ નદીના પુલ પર અનેક વાર વાહનો નદીના પુલ પરથી ખાબકી જતા અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે આજરોજ રાત્રીના આશરે ૨ વાગ્યાના સમયે એક પિક અપ ગાડી મધ્ય પ્રદેશથી રાજસ્થાનના બાંસવાડા તરફ શાકભાજી ભરી જઈ રહી હતી ત્યારે ગરબાડા તાલુકાના પાટિયા ઝોળ ગામે આવેલ પુલ નજીક આંધળો વળાંક હોવાના કારણે ચાલકને અચાનક પુલ ન જોવાતા પિક ગાડી સીધી પુલ સાથે અથડાઈ પુલની નીચે ખાબકી હતી અકસ્માતમાં ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેની સાથે સવાર વ્યક્તિને પણ શરીરે નાની મોટી ઇજાઓ પહોંચી હતી સદભાગ્યે અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ સર્જાઈ ન હતી.
ગ્રામજનો દ્વારા આ જગ્યાએ થતાં અકસ્માતો ના સર્જાય તે માટે આ રોડ પરથી વળાંક દૂર કરી સીધો રોડ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.