રાજકોટમાં પતિએ પત્નીને માથામાં હથોડી ઝીંકી, ગળે તણી ફેરવી મોતને ઘાટ ઉતાર્યા પછી પતિનો આપઘાતનો પ્રયાસ
રાજકોટના થોરાળા વિસ્તારમાં ગંજીવાડામાં આજે યુસુફ શામદારે પોતાની પત્ની જાયદાબેનને મોતને ઘાટ ઉતારી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બન્ને વચ્ચે કોઈ કારણોસર માથાકૂટ થતા યુસુફે જાયદાબેનના માથામાં હથોડીના ઘા ઝીંક્યા હતા. બાદમાં ગળા પર તણી ફેરવી હતી. આથી જાયદાબેનનું મોત નીપજ્યું હતું. બાદમાં હત્યારા યુસુફે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.