દીકરી ભગાડી ગયા ની દાજે 4 શખ્સો મોડી રાત્રે ત્રાટકિયા બેલમપુરના 4 ર શખ્સોએ રાજાવદર ની ચાર મહિલાને ઢોર મારમાર્યાની રાવ - At This Time

દીકરી ભગાડી ગયા ની દાજે 4 શખ્સો મોડી રાત્રે ત્રાટકિયા બેલમપુરના 4 ર શખ્સોએ રાજાવદર ની ચાર મહિલાને ઢોર મારમાર્યાની રાવ


દીકરી ભગાડી ગયા ની દાજે 4 શખ્સો મોડી રાત્રે ત્રાટકિયા બેલમપુરના 4 ર શખ્સોએ રાજાવદર ની ચાર મહિલાને ઢોર મારમાર્યાની રાવ

મહુવા તાલુકાના રાજાવદર ગામે મોડી રાત્રે એક ઘરમાં ચાર શખ્સો હથિયાર સાથે ધસી આવ્યા હતા અને સૂતેલા વૃદ્ધા સહિત ચાર મહિલાને લાકડી. ધોકા, લોખંડના પાઈપથી ઢોર મારમારતા નાના એવા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ઘટના બન્યા બાદ યુવતીએ ચાર શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે, ફરિયાદી યુવતીના ભાઇએ આરોપીની દિકરીને ભગાડી ગયાની દાઝ રાખી હુમલો કર્યાનું જાણવા મળ્યું હતું.

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના રાજાવદર ગામે રહેતા ધારાબેન દિનેશભાઈ ચિત્રોડાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ધારાબેન તેના માતા, કાકી અને દાદી સાથે ઘરમાં સુતા હતા તે વેળાએ મોડી રાત્રે તેમના ઘરે ચાર શખ્સો હથિયારો સાથે ઘસી આવ્યા હતા અને દરવાજો ખખડાવ્યો હતો

પરંતુ તેઓએ દરવાજો ન ખોલતા, ચારેય શખ્સો દિવાલ ઠેકીને ઘરમાં ઘુસીને ચારેય મહિલાઓને લાકડી, ધોકા, લોખંડના પાઇપથી ઢોર મારમારી, ગંભીર ઇજા કરી નાસી છુટ્યા હતા. બનાવ બાદ ચારેય મહિલાઓને ગંભીર હાલતે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

જ્યાં ધારાબેને મોટા ખુંટવડા પોલીસ મથકમાં કલા મથુરભાઈ કળસરિયા, જસાભાઈ મથુરભાઈ કળસરિયા, દાનાભાઈ જસાભાઈ કળસરિયા તેમજ એક અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

વધુમાં મોટા ખુંટવડાના પી.એસ. આઇ. ચુડાસમાએ જણાવ્યું હતું કે, આરોપીની દિકરીએ નવ માસ પૂર્વે ફરિયાદી ધારાબેનના ભાઈ ધવલભાઇ સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા અને ચાર- પાંચ દિવસ અગાઉ આરોપીની દિકરીને ધવલભાઈ ભગાડી ગયો હોય જેની દાઝ રાખી હુમલો કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.