દિવસે ગરમી અને રાત્રે ઠંડી રહેતા બેવડી ઋતુનો અનુભવ
રાજકોટમાં તાપમાન 33.9 ડિગ્રીએ પહોંચ્યું
શનિવારની સરખામણીએ રવિવારે તાપમાન એક ડિગ્રી વધ્યું હતું. આ સાથે જ મહત્તમ પારો 33.9 ડિગ્રીએ પહોંચ્યો હતો. હવામાન ખાતાના જણાવ્યા મુજબ બે દિવસ બાદ વાદળો દૂર થશે અને આકાશ સ્વચ્છ થશે.
હાલમાં સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડશે. પવન 16 કિલોમીટરની ઝડપે ફૂંકાયો હતો. હાલ સૌરાષ્ટ્રમાં તાપમાન 31થી 34 ડિગ્રીએ પહોંચ્યું છે. સિસ્ટમને કારણે જૂનાગઢ ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે ગત આખું સપ્તાહ બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ થયો હતો. ત્યારબાદ હવે વરસાદે વિરામ લેતા વરાપ નીકળ્યો હતો. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હવે નવી સિસ્ટમ બનશે. જેનાથી સૌરાષ્ટ્રમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.