ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સમગ્ર રાજ્યમાં તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા આંદોલન કાર્યકમ જાહેર કરવામાં આવ્યો.
આજ રોજ મળતી માહિતી મુજબ રાજ્ય સરકારશ્રી ના મંત્રીશ્રીઓ ની કમિટી સાથે (૧૬/૦૯/૨૨) ના રોજ સમાધાન મુજબ (૦૧/૦૪/૨૦૦૫) પહેલા ભરતી થયેલ કર્મચારીઓ ને જૂની પેન્શન યોજનામાં સમાવવા અંગેની બાંયધરી આપી હતી.રાજ્યના કર્મચારીઓના પ્રશ્નો સંદર્ભે.(૧૬/૦૯/૨૨) ના રોજ સરકારશ્રી દ્વારા પાંચ મંત્રીશ્રીઓ ની કમિટી બનાવી પ્રશ્નો ની ચર્ચા અંતે કમિટીએ લેખિત માં બાંયધરી આપી ટૂંક સમય માં (૦૧/૦૪/૨૦૦૫) પહેલાના જોડાયેલા કર્મચારીઓ ને જૂની પેન્શન યોજના સમાવવા જાહેરાત કરેલ. જેને લગભગ બે વર્ષ જેટલો સમય થવા છતાં કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી.આ બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં ઉકેલ ન મળતાં ગુજરાત રાજ્ય શિક્ષક સંઘ ની તા.(૦૧/૦૯/૨૪) ને રવિવાર ઓનલાઇન કાર્યવાહક ( સંકલન) સભામાં ચર્ચા વિચારણા અંતે તા.(૧૭/૦૯/૨૪) થી જ્યા સુધી પરિપત્ર જાહેર કરવામાં ના આવે તયાં સુધી આંદોલન આપવાનું ઠરાવમાં આવેલ છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.