પંચમહાલના મોરવા હડફ ખાતે “નારી વંદન ઉત્સવ” કાર્યક્રમની ઉજવણી કરાઈ - At This Time

પંચમહાલના મોરવા હડફ ખાતે “નારી વંદન ઉત્સવ” કાર્યક્રમની ઉજવણી કરાઈ


પંચમહાલના મોરવા હડફ તાલુકામાં આઇ.સી.ડી.એસ વિભાગ, મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુકત ઉપક્રમે સરકારશ્રીના “નારી વંદન ઉત્સવ” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત સૌ પ્રથમ પ્રોગ્રામ ઓફિસરશ્રી આઇ.સી.ડી.એસ દ્વારા સરકારશ્રીની ચાલતી વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ તકે ટી.એચ.આર થકી બનતી વાનગીઓનું પ્રદર્શન યોજાયું હતું. સ્થાનિક શાકભાજી,તેમજ સરગવો જેવા ઔષધીય વનસ્પતિનો વધુ વધુમાં ઉપયોગ કરવામાં આવે તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.બાંધકામ સમિતિના ચેરમેનશ્રી દ્વારા જણાવ્યું હતું કે,મહિલા સશક્તિકરણ અંગેની માહિતી આપી તેમજ કિશોરીઓ જે આવતીકાલનું ભવિષ્ય છે તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી દ્વારા પૂર્ણા શક્તિનો વધુમાં વધુ ઉપયોગ થાય તે અંગે માહિતી આપી,નારી સશક્તિકરણ અંગેની માહિતી આપી હતી.સમાજમાં કિશોરીઓનો રોલ ખુબ મહત્વનો હોવાનું જણાવ્યું હતું. “એક પેડ માં કે નામ”અંતર્ગત વૃક્ષારોપણ કરાયું હતું.આ પ્રસંગે તિરંગા યાત્રા અભિયાન અંતર્ગત તાલુકા પંચાયતથી મોરવા બસ સ્ટેશન સુધી રેલીનું આયોજન કર્યું હતું.

આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી નિમિષાબેન સુથાર,તાલુકા પ્રમુખશ્રી,બાંધકામ સમિતિના ચેરમેનશ્રી,તાલુકા વિકાસ અધિકારીશ્રી, ICDS પ્રોગ્રામ ઓફિસરશ્રી,મહિલા અને બાળ અધિકારીશ્રી,મહિલા અભયમ ૧૮૧ સ્ટાફ,જિલ્લા કક્ષાએથી આવેલ તેમજ સ્ટેટ માસ્ટર ટ્રેનર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર,વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.