હળવદના નવા દેવળિયા ગામે બે દરોડામાં 27 જુગારી ઝડપાયા
હળવદ : હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે અલગ અલગ બે જગ્યાએ હળવદ પોલીસ દ્વારા રેડ કરીને જુગાર રમી રહેલા કુલ 27 શખ્સોને ઝડપી તેઓની પાસેથી રોકડ રૂપિયા જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ તરફથી મળેલી માહિતી પ્રમાણે હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને મળેલી બાતમીના આધારે તેઓએ નવા દેવળિયા ગામે રામદેવપીરના મંદિર પાસે જુગાર રમતા કુલ 14 શખ્સોને ઝડપી પાડ્યા છે. જેમાં છગનભાઈ ભોળાભાઈ મકવાણા, મનસુખભાઈ ભલાભાઈ જીતીયા, નીતિનભાઈ ધીરજલાલ અગેચાણીયા, દીપકભાઈ પાલજીભાઈ ચાવડા, જીગ્નેશભાઈ, નવઘણભાઈ જેઠાભાઈ દેગામા, કિરણ ઉર્ફે બેબડો નાગજીભાઈ દેગામા, ગોપાલભાઈ કાનાભાઈ વાઘેલા, અનિલભાઈ ધનજીભાઈ રાઠોડ, અમરશીભાઈ બાબુભાઈ પરમાર, રાજુભાઈ જયંતિભાઈ કગથરા, રતિલાલભાઈ ઉર્ફે રતિભાઈ અરજણભાઈ પરમાર, લલીતભાઈ રતિભાઈ પરમાર અને હિતેશભાઈ જીવરાજભાઈ પરમારને ઝડપી લઈ તેઓની પાસેથી કુલ 69,400 રોકડા રૂપિયા કબ્જે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજા દરોડામાં નવા દેવળિયા ગામે જ શંકર ભગવાનના મંદિર પાસે હળવદ પોલીસે રેડ કરીને કુલ 13 શખ્સોને ઝડપી પાડ્યા છે. જેમાં અજય ઉર્ફે બાચકી કિશોરભાઈ દેગામા, વિજયભાઈ જયંતિભાઈ અઘારા, કલ્પેશભાઈ ઉર્ફે બાબુભાઈ જેઠાભાઈ કલોત્રા, અમિતભાઈ ઇશ્વરભાઈ દેગામા, કમલેશભાઈ કેશવજીભાઈ પરમાર, ગણેશભાઈ કરસનભાઈ સોલંકી, રજનીભાઈ દલસુખભાઈ ભંકોડિયા, કાળીદાસભાઈ લાલજીભાઈ સોલંકી, વિપુલભાઈ મગનભાઈ દેગામા, ગૌતમભાઈ કેશુભાઈ રાઠોડ, નરેશભાઈ બીજલભાઈ ડાંગરૂચા, પ્રકાશભાઈ રતિભાઈ પરમાર અને પંકજભાઈ ડાયાભાઈ પરમારને ઝડપી તેઓની પાસેથી 69,400 રોકડા રૂપિયા કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.