ધોલેરાની પે સેન્ટર શાળા મુંડીમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો વિશેષ મહેમાન ધારા સભ્ય કાળુભાઇ ડાભી હાજર રહ્યા - At This Time

ધોલેરાની પે સેન્ટર શાળા મુંડીમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો વિશેષ મહેમાન ધારા સભ્ય કાળુભાઇ ડાભી હાજર રહ્યા


ધોલેરાની પે સેન્ટર શાળા મુંડીમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો વિશેષ મહેમાન ધારા સભ્ય કાળુભાઇ ડાભી હાજર રહ્યા

ધોલેરાની પે સેન્ટર શાળા મૂડીમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો તા.28/6/2024 ને શુક્રવારે યોજાયો જેમાં ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી અને સરકારશ્રીના પ્રતિનિધિ શ્રીમતી કિજલબેન પંડ્યા ઉપસચિવ શ્રી નાણા વિભાગ વિશેષ ઉપસ્થિત માં યોજાયો જેની સાથે ધોલેરા તાલુકા પ્રાથમિક શિક્ષણા ધિકારી તેમજ સીઆરસી હાજર રહ્યા હતા. શાળાની બાલીકાઓ દ્વારા કુમકુમ ટીક કરી કરી તમામ મહેમાન નું સ્વાગત કરવામાં આવ્યું.અને આજથી વિદ્યારંભ કરતા ધોરણ-૧ માં નવીન પ્રવેશ મેળવતા બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ કરાવ્યો . શાળા પરિવાર વતી અને આચાર્ય તરફથી પાટી-પેન તેમજ સ્કુલ બેગનું વિતરણ કરવામાં બાવ્યુ તેમજ દાખલ થયેલ બાળકોનું મીઠાઈ ખવડાવી મીઠુ કરાવવામાં આવ્યું ત્યારબાદ ધોરણ:-1 થી 8 ના તેજસ્વી બાળકોનું આવેલ મહેમાનશ્રીઓના હસ્તે ઇનામ પ્રમાણપત્ર અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું. તે પછી તેમજ મંચસ્થ મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યુ.

શાળાની તમામ પ્રવૃત્તિ ને જોઈને આકર્ષિત થઈ વિશેષ આચાર્ય શ્રી જીગરભાઈ પ્રજાપતિ નું સન્માન M.L.A શ્રી દ્વારા કરવામાં આવ્યું.આજના કાર્યક્રમની યાદ રૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.મહેમાનો દ્વારા S.M.C સભ્યો અને વાલી મિટિંગ અને ચર્ચા કરવામાં આવી હતી.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.