ત્રણ સવારીમાં નીકળેલા શખ્સ પોલીસને કહ્યું-કાગળો જોવા હોય તો આવો મારી સાથે…ગાળો પણ ભાંડી ટ્રાકિફ પોલીસ દ્વારા કિસાનપરા ચોકમાં વાહન ચેકીંગ વખતે થઇ માથાકુટ
કિસાનપરા ચોકમાં ટ્રાફિક બ્રાંચ દ્વારા ત્રણ સવારીમાં નીકળેલા શખ્સને અટકાવી લાયસન્સ, કાગળો માંગતાં તેણે મારી પાસે નથી ઘરે છે તેમ કહી કાગળો જોવા હોય તો મારી સાથે આવો તેમ કહી ટ્રાફિક પોલીસ કર્મચારીઓ સાથે ગેરવર્તન કરી ગાળો દઇ ફરજમાં રૂકાવટ કરતાં ગુનો દાખલ થયો છે.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે ટ્રાફિક શાખા સેકટર-૪ના કોન્સ્ટેબલ જીતેશભાઇ માધાભાઇ દાફડાની ફરિયાદ પરથી ગાંધીગ્રામ જીવંતીકા નગર મેઇન રોડ માતૃછાંયા ખાતે રહેતાં વિમલ શાંતિલાલ પીઠડીયા વિરૂધ્ધ ત્રણ સવારીમાં વાહન હંકારતો હોઇ તેને ડ્રીંક એન્ડ ડ્રાઇવની કામગીરી વખતે ટ્રાફિક પોલીસે રોકી લાયસન્સ કાગળો માંગતા ઉશ્કેરાઇ જઇ બોલાચાલી કરી ગેરવર્તુણક કરી ફરજમાં રૂકાવટ કર્યાનો ગુનો નોંધ્યો છે.
જીતેશભાઇ દાફડાએ જણાવ્યું છે કે હું તથા હેડકોન્સ. સાગરભાઇ, હેડકોન્સ,
એભલભાઇ, રામભાઇ સહિતનો સ્ટાફ પીઆઇ એમ. જી. વસાવા સાથે કિસાનપરા ચોકમાં વાહન ચેકીંગમાં હતાં ત્યારે રાતે બાલભવનના ગેઇટ તરફથી એક શખ્સ ત્રણ સવારીમાં આવ્યો હતો. તેના બાઈકના નંબર જીજે૦૩ડીઆર-૯૪૮૩ હતી. તેની પાસે ડ્રાઇવીંગ લાયસન્સ અને ગાડીના કાગળો માંગતા તેણે કહેલું કે મારી પાસે ભેગા નથી. ઘરે છે. જેથી મેં કહેલું કે વ્હોટ્સએપમાં મંગાવી લો. પણ તેણે મને કાગળો જોવા હોય તો મારી સાથે ચાલો તેમ કહી બોલાચાલી કરી હતી. તેમજ ગાળો દેવા માંડયો હતો,
અમારી સાથે પીઆઇ એમ. જી. વસાવા હોઇ તેણે લાયસન્સ માંગતા તેની સાથે પણ જેમતેમ બોલવા લાગતાં પીઆઇએ દંડ ભરી દેવાનું કહેતાં તેણે દંડ ભરવો નથી તેમ કહેતાં પીઆઇએ તો વાહન ડિટેઈન થશે તેમ કહેતાં તેણે ઉશ્કેરાઇ જઇ ઉંચા અવાજે વાત કરી વધુ ગાળો દીધી હતી. તેમજ તમને વાહન ડિટેઈન કરવાની સત્તા નથી. આ મારી ગાડી છે કહી ઝઘડો કર્યો હતો. પીઆઇ વસાવાએ નામ પૂછતાં તેણે પોતાનું નામ વિમલ શાંતિલાલ પીઠડીયા (ઉ.વ.૩૩-૨હે. ગાંધીગ્રામ જીવંતીકાનગર મેઇન રોડ) જણાવ્યું હતું. તેણે કાગળો કે લાયસન્સ ન બતાવી તેમજ સ્ટાફ સાથે ગેરવર્તન કરી ફરજમાં રૂકાવટ કરતાં અંતે અમારે ફરિયાદ નોંધાવવી પડી હતી. તેમ વધુમાં જીતેશભાઇએ જણાવતાં એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી તેની ધરપકડની તજવીજ કરી હતી
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.