જસદણમાં વડલાવાડી વિસ્તારમાં ખોદેલ ખાડાની બાજુમાંથી પસાર થતા લોકોના જીવ અધ્ધર... - At This Time

જસદણમાં વડલાવાડી વિસ્તારમાં ખોદેલ ખાડાની બાજુમાંથી પસાર થતા લોકોના જીવ અધ્ધર…


જસદણમાં વડલાવાડી વિસ્તારમાં ખોદેલ ખાડાની બાજુમાંથી પસાર થતા લોકોના જીવ અધ્ધર...

જસદણમાં વર્ડ નંબર 6 માં પાણીની પાઇપ લાઇન માટે ખોદેલ કામ 10 થી 15 દિવસ થી ખુલ્લી હાલતમાં જોવા મળે છે ત્યારે જ્યારે આ ખાડા ની બાજુમાં જ પી જી વી સી એલ નું સબ સ્ટેશન આવેલ છે અને ખાડાની ધૂળ રોડ ઉપર પડેલ હોવાથી અહી પસાર થતાં વાહનો તેમજ ચાલીને જતા વ્યકિતઓના, અહીથી પસાર થતા સ્કૂલે જતા બાળકો અને અહીથી પસાર થતા પશુઓનું જીવનું જોખમ વધ્યું છે. ત્યારે જસદણ ની વડલાવાડી વિસ્તાર કહી શકાય અને વર્ડ નંબર 6 આવતો આ વિસ્તારમાં ખાડા ને લઈને આસપાસ રહેતા નગરજનોમાં અને અહી નિકળતા ફોર વ્હીલર ચાલક તેમજ વાહન ચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે. તંત્ર વહેલી તકે અહીંયા પાણીની પાઇપ લાઇન નું કામ પૂર્ણ કરે અને વહેલી તકે ખાડો પૂરી ઉપર રોડ બનાવવમાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.