*પોલીસ અધિક્ષક શ્રી ગીર સોમનાથ નાઓની અધ્યક્ષતામાં આગામી મહોરમ તહેવાર સબબ શાંતિ સમિતિ મીટીંગ યોજાઇ*
*પોલીસ અધિક્ષક શ્રી ગીર સોમનાથ નાઓની અધ્યક્ષતામાં આગામી મહોરમ તહેવાર સબબ શાંતિ સમિતિ મીટીંગ યોજાઇ*
જુનાગઢ રેન્જ *પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબની* સુચના મુજબ આગામી મહોરમ તહેવાર સબબ અત્રેના જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે જે અંગે વેરાવળ શહેરના સામજિક આગેવાનો તેમજ મહોરમ નિમિતે ઝુલુસ કાઢનાર આયોજકો ને બોલાવી શાંતિ સમિતિની મીટીંગ યોજવામાં આવેલ.
આજરોજ વેરાવળ સીટી પોલીસ દ્વારા ગીર સોમનાથ જીલ્લા *પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ* નાઓની અધ્યક્ષતામાં વેરાવળ ખાતે શાંતિ સમિતિ મીટીંગનુ આયોજન કરવામાં આવેલ. જેમાં *વિભાગીય પોલીસ અધિકારીશ્રી વી.આર.ખેંગાર સાહેબ* તથા એલ.સી.બી. પોલીસ ઇન્સપેકટરશ્રી એ.બી.જાડેજા, તથા એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેકટરશ્રી જે.એન. ગઢવી તથા વેરાવળ સીટી પોલીસ ઇન્સપેકટર શ્રી એચ.આર.ગોસ્વામી તેમજ હિંદુ-મુસ્લિમ સમાજના સામાજિક આગેવાનો તથા તાજીયા કમિટીના આગેવાનો હાજર રહેલ અને આ મીટીંગમાં શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને હિંદુ-મુસ્લિમ સમાજના લોકોમાં ભાઇચારાની ભાવાના જળવાઇ રહે તેમજ કોઇ પણ ધર્મની ધાર્મિક લાગણી ન દુભાઇ તેવી કોઇ પોસ્ટ સોશિયલ મિડિયામાં વાઇરલ ન થાય તેમજ શાંતિ પૂર્વક તહેવાર ઉજવવા શહેરીજનોને અનુરોધ કરવામાં આવેલ.
તા-૧૨/૦૭/૨૦૨૪
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.