જિલ્લા પંચાયતની છ સમિતિનાં મહિલા ચેરમેનોએ સત્તા
ગાંધીનગર જિલ્લા પંચાયતની આઠમાંથી સાત સમિતિઓમાં મહિલા સદસ્યોની ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવી છે. આથી સાત સમિતિની બેઠક તારીખ 16મી, ઓક્ટોબરના રોજ મળી હતી. તેમાં નવ નિયુક્ત ચેરમેનોએ સત્તાના સૂત્રો સંભાળ્યા હતા. જોકે કારોબારી સમિતિના ચેરમેન પ્રેગ્નેટ હોવા છતાં જિલ્લા પંચાયત આવી ચાર્જ સંભાળ્યા બાદ તેઓ જતા રહ્યા હતા. પરંતુ કારોબારી સમિતિના ચેરમેન રંજનબેન ઠાકોરએ જણાવ્યું હતું કે જિલ્લાના તમામ ગામોમાં લોકો ઉપયોગી તેવા વિકાસના કામો કરવામાં આવશે. ગામોનો સર્વાંગી વિકાસ થાય રીતે વિકાસ કામોનું આયોજન કરવામાં આવશે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.