રાજકોટમાં મેળાની પૂર્ણાહૂતિ, સસ્તા ભાવે ખરીદી કરવા માટે લોકોની જામી ભીડ - At This Time

રાજકોટમાં મેળાની પૂર્ણાહૂતિ, સસ્તા ભાવે ખરીદી કરવા માટે લોકોની જામી ભીડ


રાજકોટમાં સાતમ આઠમને લઇને રસરંગ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.5થી તા.9 સપ્ટેમ્બર સુધી આ લોકમેળામાં એક દિવસનો વધારો કરવામાં આવ્યો હતો અને તા.10 રવિવારના રોજ પણ મેળો ચાલુ રાખવાનો વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગઈકાલે મેળાનો છેલ્લો દિવસ હતો. ત્યારે આજે પણ લોકમેળા પૂર્ણ થઈ ગયો હોવા છતાં ખરીદીની ભીડ જામી હતી. આજે સ્ટોલ ધારકો સામાન લઈને પરત ફરે તે પહેલાં 50 ટકા ઓછા ભાવે વસ્તુઓનું વેંચાણ કરતા ખરીદી માટે લોકોની ભીડ જામી હતી. વહેલી સવારથી લોકો સસ્તા ભાવે વસ્તુઓ ખરીદવા માટે ઉમટી પડ્યા હતા.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.