ગણેશનગરમાં ભત્રીજીના વિયોગમાં કાકાએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું - At This Time

ગણેશનગરમાં ભત્રીજીના વિયોગમાં કાકાએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું


કોઠારીયા રોડ પર ગણેશનગરમાં ભત્રીજીના વિયોગમાં કાકાએ આપઘાત કર્યાનો બનાવ બન્યો હતો. 45 વર્ષીય ઘનશ્યામભાઈએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. બનાવથી પરીવારમાં ગમગીની છવાઇ ગઇ છે.
બનાવની વિગત મુજબ કોઠારીયા રોડ ગણેશનગર શેરી નં-6 માં રહેતાં ઘનશ્યામભાઈ ગોવિંદભાઈ મકવાણા (ઉ.વ.45) આજે સવારે પોતાનાં ઘરે ગળાફાંસો ખાઈ લેતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી બનાવ અંગે તપાસ હાથ ધરી હતી.
વધુમાં મળેલ વિગત મુજબ, મૃતક પાનનો ગલ્લો ચલાવતાં બાદ છેલ્લા પાંચ માસથી તેને ગલ્લો બંધ કરી દિધો હતો અને માનસિક તણાવ અનુભવતાં હતાં. બાદમાં બે માસ પહેલાં ભત્રીજીનું બીમારી સબબ મોત થયું હતું. જે આઘાત પણ સહન ન કરી શકતાં અંતિમ પગલું ભરી લીધાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું. મૃતકને સંતાનમાં એક પુત્ર છે. બનાવથી પરિવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.