લીલીયામોટા માં નલ સે જલ યોજનાનો 10 ટકા લોકફાળો ભરાતા 3600 ઘરને નળ કનેકશન મળશે - At This Time

લીલીયામોટા માં નલ સે જલ યોજનાનો 10 ટકા લોકફાળો ભરાતા 3600 ઘરને નળ કનેકશન મળશે


અગાઉ ગ્રામ પંચાયતે સ્વભંડોળમાંથી લોકફાળો ભર્યો હોય વાસ્મો દ્વારા પરત કરવામાં આવ્યો'હતો

ખારાપાટ વિસ્તારમા કલોરાઇડયુકત પાણી પીતી લીલીયાની જનતાને વાસ્મો યોજનાએ પરેશાન કરી મુકી છે. અનેક ગ્રામ પંચાયતો પાસેથી લોકફાળો ન લેવાયો પણ લીલીયા ગ્રામ પંચાયત 10 ટકા લોકફાળો ભરે પછી જ નળ કનેકશન આપવાનું જડ વલણ અપનાવાતા કરોડોના ખર્ચે બનેલી યોજના લાંબા સમયથી ઠપ્પ છે. ગ્રામ પંચાયતે જેમ તેમ કરી સ્વભંડોળમાંથી 10 ટકા લોકફાળો ભર્યો તો વાસ્મોએ આ રકમ સ્વભંડોળમાથી નહી પરંતુ લોકો પાસેથી લેવાનો આગ્રહ રાખી પરત કરી હતી. અને આખરે સંપુર્ણ લોકફાળા ની 10 ટકા રકમ ભરવામાં આવતા લોકોને નલ સે જલ યોજના હેઠળ પાણી મળવાની આશા બંધાઈ છે.સરકાર દ્વારા જળજીવન મિશન યોજના હેઠળ લીલીયામાં 9 કરોડના ખર્ચે નલ સે જલ યોજના અમલમા મુકવામા આવી હતી. સંપ, ઓવરહેડ ટેંક અને મુખ્ય લાઈનો નખાઈ ગયા બાદ 10 ટકા લોકફાળાની રકમ ભરવાના વાંકે લાંબા સમયથી આ યોજના ધુળ ખાઈ રહી છે. લોકો ક્ષારયુક્ત પાણી પીતા હોવા
છતા નિર્ભર તંત્ર દ્વારા ઘરે ઘરે કનેકશન આપવાનું કામ કરાયું નહતુ. ગ્રામ પંચાયત પાસે નાણાં ની સગવડ ન હોય સરપંચ જીવનભાઈ વોરાએ દાતાની મદદ લઇ લોકફાળો અને સ્વભંડોળમાથી રકમ ભરવા છતા વાસ્મોએ વાંધા કાઢી આ રકમ પરત કરી દીધી હતી,ત્યારબાદ હવે ફરીવાર ગ્રામ પંચાયતે 9.90 લાખનો લોકફાળો એકઠો કરી આ રકમ જમા કરાવતા હવે લીલીયા શહેરના 3600 પરિવારોને આ યોજના હેઠળ મીઠુ પાણી મળતુ થશે અને ક્ષારયુક્ત પાણીમાથી મુકિત લીલીયા ની જનતા ને મળશે.
લોકોને નલ સે જલ યોજના હેઠળ પાણી મળવાની આશા બંધાઈ છે. તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે.

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.