**BZ કૌભાંડમા ઝાલોદની એક પ્રતિષ્ઠિત શાળા બોનીબહેન-એમ -શેઠ- કન્યા શાળાનો શિક્ષક એજન્ટની ભુમિકા બજવીને એકના ડબલની લાલચ આપી ફરાર/ કેટલા લોકો આ સ્કીમમા ભોગ બન્યા હશે તપાસનો વિષય..?** - At This Time

**BZ કૌભાંડમા ઝાલોદની એક પ્રતિષ્ઠિત શાળા બોનીબહેન-એમ -શેઠ- કન્યા શાળાનો શિક્ષક એજન્ટની ભુમિકા બજવીને એકના ડબલની લાલચ આપી ફરાર/ કેટલા લોકો આ સ્કીમમા ભોગ બન્યા હશે તપાસનો વિષય..?**


**BZ કૌભાંડમા ઝાલોદની એક પ્રતિષ્ઠિત શાળા બોનીબહેન-એમ -શેઠ- કન્યા શાળાનો શિક્ષક એજન્ટની ભુમિકા બજવીને એકના ડબલની લાલચ આપી ફરાર/ કેટલા લોકો આ સ્કીમમા ભોગ બન્યા હશે તપાસનો વિષય..?**

દાહોદ જીલ્લાની ઝાલોદ તાલુકામા આવેલ બોનીબેન એમ શેઠ કન્યા શાળામા શિક્ષક તરીકે ફરજ બજાવતો શિક્ષક BZ એજન્ટ બનીને કેટલા લોકોને છેતર્યા તે તપાસનો વિષય બન્યો હાલ આ મામલો પ્રકાશમા આવતો ચકચાર મચવા પામી છે.બોનીબેન એમ શેઠ કન્યા શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવતા કલ્પેશ ખાંટ નામનો ઈસમ બીઝેડ ગ્રુપમા એજન્ટ તરીકે કાર્યરત રહીને લોકોને એકના ડબલ જેવી સ્કીમો બતાવી રોકાણ કરાવતો હતો ત્યારે ૧૪ જુનથી ૩૧ઓકટોમબર સુધી રજા કપાત પગાર પર હતો હાલ રજા કપાત બાદ એજન્ટ શિક્ષક ભુગર્ભમા સંતાય ગયો છે.ત્યારે મોઘી ગિફ્ટ સાથેના ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે,ત્યારે આ મામલે તા.શિક્ષણ અધિકાર દ્વારા કારણ દર્શાવ નોટિસ પણ પાઠવવામા આવી છે....
હાલ ગુજરાતમાં BZ ગ્રુપમા કરોડોનુ રુપિયાનુ કૌભાંડ બહાર આવેલ છે. એકના ડબલ કરવાની લાલચમાં ગુજરાત તેમજ બીજા રાજ્ય માંથી BZ કંપનીના અનેક એજન્ટો દ્વારા 6000 કરોડ રૂપિયા જેટલા રૂપિયા ઉઘરાવેલ હોવાનું જાણવા મળેલ છે. 2021 થી આ ઓફિસ ખોલીને 3 વર્ષમા પૈસા ડબલ કરવાની લાલચ આપી હજારો લોકોને વિશ્વાસમા લઈ તેઓ સાથે છેતરપિંડી કરાઈ છે. CID ક્રાઇમ દ્વારા આ અંગે વિસ્તૃત તપાસ કરવામાં આવેલ છે અને આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ એજન્ટો પર તપાસ હાથ ધરી છે ,ઝાલોદ બોનીબેન.એમ.શેઠ કન્યાશાળામા નોકરી કરતો ગણિત વિજ્ઞાનનો શિક્ષક કલ્પેશ ખાંટ આ કંપનીમા એજન્ટ હોવાનું બહાર આવેલ છે. પરંતુ આ શિક્ષક આ શાળામાં ફક્ત કાગળ પર જ નોકરી કરતો હોવાનું બહાર આવ્યું છે. આ શિક્ષક શાળાનુ નવું સત્ર ચાલુ થયું ત્યારે 13 જૂનના રોજ હાજર રહેલ હતા ત્યારબાદ આ શિક્ષક કપાત રજા પર ઉતરી ગયેલ હતા, તેમજ તેઓ આ કૌભાંડ બહાર આવ્યું ત્યાં સુધી તેઓ આ સ્કૂલમાં રજા મૂક્યા બાદ હાજર રહેલ નથી. આ શિક્ષક રજા પર ઉતર્યા પછી કેમ નથી આવતા અને બીજું શું કામ કરે છે...? તે પ્રત્યે સ્કૂલના પ્રિન્સિપાલ સહિત દરેક શિક્ષકો અજાણ હતા. રજા પુરી થયા બાદ શિક્ષક હાજર નહીં થતાં તેને કારણ દર્શક નોટિસ પણ 25-11-2024 ના રોજ આપવામાં આવેલ હતી. પરંતુ આ શિક્ષક દ્વારા કોઈ પણ જવાબ આપવામાં આવ્યો ન હતો. આ શિક્ષક BZ કંપનીમા એજન્ટ બની કેટલીય વાર મોંઘીદાટ ગિફ્ટ મેળવી હોય તેવા ફોટા તેમજ સમાચારો સોશિયલ મીડિયા પર ચાલી રહેલ છે. હવે આ BZ ગ્રુપનુ કૌભાંડ બહાર આવતા આ એજન્ટ બની કામગીરી કરતો શિક્ષક હાલ ક્યાં છે તે કોઈ જાણતું નથી એટલે અથવા મહા કૌભાંડને લીધે ભૂગર્ભમાં ઉતરી ગયેલ હોય તેવુ પણ માની શકાય છે..ત્યારે આ શિક્ષકની શાળામા ભરતી ખરેખર નિયમોના આધિન થયેલ છે કે નહી...? તેમજ આ શિક્ષક દ્વારા નગરમા કેટલા લોકોને આ સ્કીમમા જોડીને કેટલા રૂપિયાનું ઝાલોદ તાલુકામા કૌભાંડ આચરવામા આવેલ છે તે તપાસનો વિષય હાલ બન્યો છે..ત્યારે આ સંદર્ભે શું તપાસ અને કાર્યવાહી કરવામા આવશે તે જોવાનુ રહ્યુ


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.