શ્રી શ્રધ્ધા વિદ્યાલયમાં ડૉ. આંબેડકર પુણ્યતિથિ નિમિતે શાળાના બાળકોએ ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી
શ્રી શ્રધ્ધા વિદ્યાલયમાં ડૉ. આંબેડકર પુણ્યતિથિ નિમિતે શાળાના બાળકોએ ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી
સંજેલી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રધ્ધા વિદ્યાલયમાં છઠ્ઠી ડિસેમ્બરના રોજ શાળાના પ્રાથના ખંડમાં ભારતના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની પુણ્ય તિથિ નિમિત્તે શાળાના બાળકોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. શાળાના આચાર્ય શ્રી દિલીપકુમાર એચ.મકવાણાએ શાળાના બાળકોને ભીમરાવ રામજી આંબડકર ના ઈતિહાસ વિશે જાણકારી આપી હતી. એક કાયદા શાસ્ત્રી, રાજનેતા, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી અને અનેક વિષયના જ્ઞાતા હતા. તેઓએ ભારતીય બંધારણસભામાં નીભાવેલી જવાબદારીને કારણે તેમને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે.6 ડિસેમ્બર 1956 ના રોજ દિલ્લી ખાતે અવસાન થયું હતું. આમ શ્રી શ્રધ્ધા વિદ્યાલય શાળાના તમામ સ્ટાફ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પુણ્ય તિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.