બાલાસિનોર કોલેજમાં એક દિવસીય રિસર્ચ પેપર અંગેનો સેમીનાર યોજાયો - At This Time

બાલાસિનોર કોલેજમાં એક દિવસીય રિસર્ચ પેપર અંગેનો સેમીનાર યોજાયો


બાલાસિનોર વિદ્યા મંડળ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બાલાસિનોર ના અનુસ્નાતક વિભાગના વિદ્યાર્થીઓ માટેનો એક દિવસીય વર્કશોપ યોજવામાં આવ્યું. આ વર્કશોપનું શીર્ષક શોધ પત્ર લેખન કલા how to write research paper હતું તેમાં 200 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેન નો જોડાયા હતા. આ સેમિનાર નો ઉદ્ઘાટન બાલાસિનોર વિદ્યામંદળ ના ઓ એસડી કુંવરજીભાઈ અને સંસ્થાના આચાર્ય ડોક્ટર ડીપી માછીના હસ્તે કરવામાં આવ્યું. આ સેમિનાર ના વક્તાઓમાં ડોક્ટર વિપુલભાઈ ઠાકર ડોક્ટર રજનીભાઈ ભટ્ટ ડોક્ટર યુએસ ચંદેલ ડોક્ટર ગાયત્રીબેન લાલવાણી ડોક્ટર હિરેનભાઈ ત્રિવેદી અને ડોક્ટર વિક્રમભાઈ વાલાણી એ પોતાના વક્તવ્યો રિસર્ચ પેપર માટે આપ્યા. આ સેમિનાર સવારે 11:00 વાગ્યાથી બપોરે 3:30 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો સમગ્ર સેમિનારનું આયોજન પ્રોફેસર આર એસ ભટ્ટે કર્યું હતું. વિદ્યાર્થીઓને આ સેમિનારથી કેવી રીતે રિસર્ચ પેપર લખી શકાય એની સુંદર માહિતી અમારી કોલેજના છ અધ્યાપકો દ્વારા આપવામાં આવી તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા અને વિદ્યામંડળ તરફથી ચા નાસ્તાનું આયોજન પણ કરવામાં આવ્યું


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.