લાડાણી એસોસિએટના માલિકો ઝૂંપડું ભાડે રાખીનેતેમાં રાખતા’તા કરોડોના કાળા કારોબારના દસ્તાવેજો
ઈન્કમટેક્સના દરોડાની માહિતી લીક થયાની શંકા
ITના દરોડાના એક દિવસ પહેલા લાડાણી પરિવારના ઘરમાંથી રોકડ રકમ અને દસ્તાવેજો સગેવગે કરી નાખ્યાનો CCTV ફૂટેજ ચેક કરતા થયો પર્દાફાશ
રાજકોટમાં કરચોરી માટે કારીગર સાબિત થનારા બિલ્ડરોની કરચોરીની પદ્ધતિ જાણીને આવકવેરાના અધિકારીઓ પણ દંગ રહી ગયા છે. કોઈને પણ શક ન જાય માટે બિલ્ડરો કાળાં નાણાં અને બેનામી વ્યવહારોનો હિસાબ-કિતાબ રૂ.4 હજારની ભાડાની રૂમમાં જ રાખતા હતા. જેનું સરનામું બિલ્ડરોના નજીકના કર્મચારી અને વિશ્વાસુ માણસો જ જાણતા હતા. તેઓ દર ત્રણ મહિને તેઓ જગ્યા પણ બદલી નાખતા હતા. કરચોરીના મૂળ સુધી પહોંચવા માટે અધિકારીઓએ 450 સીસીટીવી ફૂટેજ ચેક કરવા પડ્યા હતા. તેમજ બિલ્ડરોના મોબાઈલ ફોરેન્સિક લેબમાં મોકલાયો છે. આ સિવાય 20થી વધુ બેંક લોકર સીલ કરવામાં આવ્યા છે તે ખોલવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.