રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા આ ટ્રેનો રદ
હાલ વરસાદનો મોસમ ચાલી રહ્યો છે ત્યારે લોકો આ મોસમને માણવા માટે બહાર નીકળતા હોય છે. ફેમેલી સાથે, મિત્રો સાથે અથવા તો ઓફીસ ટ્રીપમાં ક્યાંકને ક્યાંક પ્રવાસે જતા હોય છે. આજે પણ રેલ્વેમાં મુસાફરી કરવા વાળો વર્ગ ઘણો બધો છે. ત્યારે રાજકોટ રેલ્વે દ્વારા આજે અને કાલે એટલે કે ૨૩ જુલાઈ અને 24 જુલાઈ આ ટ્રેન રદ કરવામાં આવી છે.
શનિવાર અને રવિવાર એટલે કે વિક એન્ડમાં જ રેલ્વે દ્વારા આ ટ્રેન રદ કરવામાં આવી છે. તો તમારો બહાર ટ્રેન મારફતે ફરવા જવાનો પ્લાન હોય તો જોઈ લેજો આ ટાઈમ ટેબલ જેમાં રાજકોટ રેલ્વે દ્વારા ટ્રેનો રદ કરવામાં આવી છે.
રદ કરવામાં આવેલ ટ્રેનોના નામ
રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા 23-24 જુલાઈ ટ્રેનો કરાઈ રદ્દ
ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ
ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ
ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ
ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.