વિસાવદર કોર્ટ કરેલ સિવિલજેલની સજા ના હુકમનો પડઘો:બે દિવસમાં એક લાખ સતાણું હજારની રકમ જમા
વિસાવદર કોર્ટ કરેલ સિવિલજેલની સજા ના હુકમનો પડઘો:બે દિવસમાં એક લાખ સતાણું હજારની રકમ જમા
અન્ય ગ્રાહકો પણ પી.જી.વી.સી.એલની રકમ તાત્કાલિક જમા કરાવે વીજ બચત એજ પૈસા ની પણ બચત છે નાયબ ઈજનેર તા.વિસાવદર પી.જી.વી.સી.એલ. કંપની ના સબ ડિવિઝન નંબર (૨)ના અધિકારી કમલ અખેણીયા દ્વારા વિસાવદર શહેરમાં રહેતા અશોકભાઈ મોહનભાઇ મકવાણા સામે જે તે સમયના તત્કાલીન અધિકારી દ્વારા પાવર ચોરીનું બિલ આપી દાવો કરવામાં આવેલ જે દાવો મંજુર થઈ ગયા બાદ આ કામના પ્રતિવાદીએ પી. જી.વી.સી.એલ. કંપની માં રકમ નહિ જમાં કરાવતા તેમની સામે વિસાવદર કોર્ટમાં દિવાની દરખાસ્ત દાખલ કરેલી હતી જે દરખાસ્તના કામમાં જંગમ જપ્તી વોરન્ટ કાઢવા છતાં માત્ર એક હજાર જેવી રકમ વસુલ આવેલ ત્યારબાદ પી.જી.વી.સી.એલ દ્વારા જિલ્લાના અધિકારી બી.ડી.પરમાર સાહેબની સૂચનાથી આ કામના પ્રતિવાદીને જેલમાં બેસાડવાની અરજી કરી હુકમ મેળવતા માત્ર બે જ દિવસમાં એક લાખ સતાણું હજારની રકમ જમા થઈ જતા કોર્ટ જેલ મુક્ત કરવાનો આદેશ કરેલો હતો. ત્યારે પી.જી.વી.સી.એલ સબ ડિવિઝન નંબર (૨)ના નાયબ ઈજનેર દ્વારા અન્ય ગ્રાહકો પણ પી.જી.વી.સી.એલની રકમ તાત્કાલિક જમા કરાવે તેવી અપીલ કરવા મા આવેલ છે.તમામ ગ્રાહકો દ્વારા નીયમીત વીજ બીલ ભરપાઇ કરવામા આવે અને વીજ વપરાશ કરકસર થી જરૂરિયાત મુજબ કરવા મા આવે તો પણ બીલ મા રાહત મળી શકે.
પીજીવીસીએલએ સરકાર ની સંસ્થા હોય આપણી અને આવનારી પેઢી ને વીજ સેવા સારી મળી રહે અને પર્યાવરણ ને પણ લાભ થાય એ માટે પણ જરૂરિયાત મુજબ વીજ વપરાશ કરવો જોઈએ.*વીજ બચત એજ પૈસા ની પણ બચત છે.
રિપોર્ટ હરેશમહેતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.