આટકોટ પરવાડિયા હોસ્પિટલમાં બાયપાસ સર્જરી નિઃશુલ્ક થશે: ડો. ભરત બોઘરા જણાવ્યું હતું - At This Time

આટકોટ પરવાડિયા હોસ્પિટલમાં બાયપાસ સર્જરી નિઃશુલ્ક થશે: ડો. ભરત બોઘરા જણાવ્યું હતું


આટકોટ પરવાડિયા હોસ્પિટલમાં બાયપાસ સર્જરી નિઃશુલ્ક થશે: ડો. ભરત બોઘરા જણાવ્યું હતું

આટકોટની કે. ડી. પરવાડીયા હોસ્પિટલના પ્રણેતા જસદણના પૂર્વ ધારાસભ્ય, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને કોર કમિટિના સભ્ય સદ્ભાવના ટ્રસ્ટ - રાજકોટના સહકારથી દર્દી નારાયણને વિનામૂલ્યે ત્રણેય ટાઇમ ભોજન - પ્રસાદ અપાશે: ડાયાલીસીસની સુવિધામાં વધારો થશે: દાતાઓના અવિરત દાનની સરવાણીથી દર્દીઓને ઉત્તમ સારવારની સુવિધા
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇના હસ્તે લોકાર્પણ થયેલ આટકોટની કે. ડી. પરવાડિયા હોસ્પિટલના પ્રણેતા, જસદણના પૂર્વ ધારાસભ્ય, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને તાજેતરમાં જેમની નિમણુંક ગુજરાત ભાજપની કોર કમિટિમાં થઇ છે તેવા ડો. ભરતભાઇ બોઘરા હોસ્પિટલ વિશે અનેક સુવિધાઓની અને આગળ ઉપર શું શું સુવિધાઓ મળશે તેની માહિતી આપી હતી

સૌરાષ્ટ્રની અતિ આધુનિક અને છેલ્લામાં છેલ્લી મેડીકલ સુવિધાથી સંપન્ન કે. ડી. પરવાડિયા હોસ્પિટલ હાલ ૨૪ કલાક ધમધમી રહી છે. હોસ્પિટલમાં હાલ રોજના ૩૦૦થી વધુ દર્દીઓની ઓ. પી. ડી. થાય છે.હાલ રોજના પાંથી વધુ જુદા-જુદા ઓપરેશનો પણ થાય છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને જાણે ઘરનું વાતાવરણ મળે તેવો સ્ટાફ દ્વારા પ્રયાસ કરવામાં આવે છે. નર્સિંગનો વિનયી સ્ટાફ અને ડોકટરો દ્વારા દર્દી-નારાયણને પોતાના પરિવાર જેવા ગણી સારવાર કરતા હોય દર્દી-નારાયણની અડધી બીમારી તો દવા વગર દુર થઇ જાય છે.

ડો. ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં હૃદયરોગની સારવાર માટેના અતિ આધુનિક ઉપકરણો ટુંકા સમયમાં આવી જશે જેનાથી એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટ અને બાયપાસ સર્જરી પણ થવા લાગશે.

જસદણ તાલુકામાં અને બાબરા સુધી ક્યાંય ડાયાલીસીસની સુવિધા હતી નહી આ પંથકના અનેક દર્દીઓને રાજકોટ જવું પડતું હતું. હવે ડાયાલીસીસ પણ આટકોટ ખાતે થઇ જાય છે. હાલ રોજે ૨૦ દર્દીઓને ડાયાલીસીસ થાય છે. હજુ વધુ ડાયાલીસીસના મશીનનો ઓર્ડર અપાઇ ગયો છે જે આગામી દિવસોમાં આવી જશે. બાદમાં વધુ દર્દીઓને ડાયાલીસીસ થઇ શકશે.

દર્દીનારાયણ અને સાથે આવનાર પરિવારજનોને ત્રણ ટાઇમ ભોજન પ્રસાદ મળી રહે તે માટે હોસ્પિટલની પાછળ વિશાળ કેન્ટીનનું બાંધકામ ચાલી રહ્યું છે જે એકથી દોઢ મહિનામાં પૂર્ણ થઇ જશે ત્યારબાદ સદ્ભાવના ટ્રસ્ટ રાજકોટના સહકારથી કેન્ટીન શરૂ થઇ જશે જેમાં દર્દી નારાયણને ફ્રીમાં ભોજન-પ્રસાદ રોજે ત્રણ ટાઇમ આપવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.