ACP : 25મી સુધીમાં દંડ ભરી દેવો નહીંતર લોકઅદાલતમાં કેસ કરાશે, વકીલ : લોકઅદાલત સમાધાન માટે હોય છે તેમાં કોઈ કેસ ન થઈ શકે
લોકઅદાલતમાં કેસ કરવાની ચીમકી આપી પણ છ મહિના સુધીના જ ઈ-મેમોનો દંડ લેવાશે તેનો ઉલ્લેખ ન કરાયો
લોક અદાલતમાં કેસ થશેના મેસેજથી વાહનચાલકોમાં ફફડાટ
રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનને બદલે માત્ર દંડ વસૂલવાની જ કામગીરી હોય તેવું વધુ એક વખત ફલિત કર્યું છે, ગુજરાતમાં સૌથી વધુ ઇ-મેમો જનરેટ કરી કરોડો રૂપિયાનો દંડ વસૂલનાર આ પોલીસે ફરીથી મેમો નહીં ભરનાર વાહનચાલકોને દબાવવાનો પ્રયાસ કર્યો છે, ટ્રાફિક એસીપી મલ્હોત્રાએ મંગળવારે એક મેસેજ વહેતો કર્યો હતો જેમાં લખ્યું હતું કે, આગામી તા.26 જૂનના રોજ જિલ્લા કાનૂની સત્તા મંડળના રાજકોટ સહયોગથી ટ્રાફિક નિયમોના ભંગ અંગે રાજકોટ શહેર ખાતે સીસીટીવી કેમેરા મારફતે આપવામાં આવેલા ઇ-ચલણ ઘણા વાહનચાલકને ટ્રાફિક નિયમોના ભંગ અંગે આપવામાં આવેલ,
આ ઇ-ચલણ ભરતા ન હોય જેના અનુસંધાને ઇ-મેમો પેન્ડિંગ અંગે તા.26ના સવારે 10 વાગ્યાથી ટ્રાફિક કોર્ટ ખાતે લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું છે, જે વાહનચાલકોના ઇ-મેમો પેન્ડિંગ હોય તેઓએ તા.25 જૂન સુધીમાં પેન્ડિંગ ઇ-મેમો ભરી દેવા, જો પેન્ડિંગ ઇ-મેમો ભરપાઇ કરવામાં નહીં આવે તો લોકઅદાલતમાં કેસ દાખલ કરવામાં આવશે. રાજકોટ ટ્રાફિક શાખા દ્વારા અગાઉ વાહનચાલકોને અટકાવીને તેના જૂના મેમો બતાવી રીતસરની લૂંટ ચલાવવામાં આવતી હતી,
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.