તું સીન કેમ મારે છે કહીં યુવાન પર નવાગામના વઢિયાળ બંધુનો હિંચકારો હુમલો - At This Time

તું સીન કેમ મારે છે કહીં યુવાન પર નવાગામના વઢિયાળ બંધુનો હિંચકારો હુમલો


નવાગામમાં ઘર પાસે ઉભેલ યુવાનને તું સીન કેમ મારે છે કહીં નવાગામના વઢિયાળ બંધુએ પથ્થરોના છુટા ઘા કરી હિંચકારો હુમલો કરતાં યુવાનને બંને આંખ, માથામાં ગંભીર ઈજા પહોંચતા લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે નવાગામ આણંદપર મામાવાડી પુલની પાસે રહેતાં અજયભાઈ પોલાભાઈ કાનજીયા (ઉ.વ.23) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જેન્તી રામજી વઢિયાળ, તેનો ભાઈ ભાવેશ (રહે. નવાગામ) નું નામ આપતાં કુવાડવા રોડ પોલીસે બીએનએસ એક્ટ 118(1), 352, 351 સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. ગઈકાલે બપોરના સાડા ત્રણેક વાગ્યેતે ઘરેથી ચાલી નજીકમાં આવેલ વાણંદની દુકાને દાઢી કરાવી ઘરે જતો હતો ત્યારે રસ્તામાં જયંતી વઢીયાળા સામો મળેલ અને કહેલ કે, તું સીન કેમ મારે છે ? તેમ કહેતા તેને કહેલ કે, મેં ક્યા તારું નામ લીધું છે .
તેમ કહેતા જયંતિ ઉશ્કેરાઈ ગયેલ અને ગાળો દેવા લાગેલ હતો. જેથી તે આગળ ચાલવા જતા તેનો ભાઈ ભાવેશ વઢીયાળા પણ ઘસી આવેલ અને બંને તેમના ઉપર છુટા પથ્થરના ઘા કરવા લાગેલ હતો. જેમાંથી પથ્થરના ઘા તેમની બંને આંખની નેણ ઉપર લાગી જતા લોહી નીકળવા લાગેલ હતાં. તેમજ પથ્થરનો ઘા જડબાના ભાગે મોઢા ઉપર લાગતા ત્યાં પણ લોહી નીકળવા લાગેલ અને એક ઘા માથામાં પાછળના ભાગે લાગતા તે ચક્કર ખાઈ નીચે પડી ગયેલ હતો.
આજુબાજુ વાળા લોકો એકઠાં થઈ જતા આરોપીઓ ત્યાંથી ભાગી ગયેલા હતા.તેમને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતો. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.