જામનગરમાં વડાપ્રધાન મોદીના જીવન અને કાર્યોનું પ્રદર્શન - At This Time

જામનગરમાં વડાપ્રધાન મોદીના જીવન અને કાર્યોનું પ્રદર્શન


જામનગરમાં વડાપ્રધાન મોદીના જીવન અને કાર્યોનું પ્રદર્શન

જામનગર શહેરમાં સેવા પખવાડિયાની ઉજવણીની શરૂઆતમાં જ એક અનોખો પ્રદર્શની કાર્યક્રમ યોજાયો છે. લાખોટા તળાવ ગેટ નંબર 2 પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન અને તેમના વિવિધ કાર્યોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં પીએમ મોદીના માઈલસ્ટોન કાર્યોના આકર્ષક પોસ્ટરો દ્વારા તેમના જીવનના વિવિધ સિદ્ધિઓ અને પાસાઓને રજૂ કરવામાં આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમના કાર્યકાળથી લઈને દેશના વડાપ્રધાન તરીકેના તેમના નેતૃત્વ સુધીની યાત્રાને આ પ્રદર્શનીમાં દર્શાવવામાં આવી છે.

આ પ્રદર્શની માં સ્વચ્છ ભારત અભિયાન, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવા મહત્વના કાર્યક્રમોને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, કોવિડ-19 મહામારી દરમિયાન દેશને સુરક્ષિત રાખવા માટે કરેલા પ્રયત્નોને પણ દર્શાવવામાં આવ્યા છે. આ પ્રદર્શની દ્વારા નાગરિકોને વડાપ્રધાન મોદીના વિઝન અને તેમના દેશ પ્રત્યેના સમર્પણ વિશે જાણવા મળશે.

શહેરના નાગરિકોને વડાપ્રધાનના જીવન અને તેમના દેશ માટે કરેલા પ્રયત્નો અને વિવિધ સિધ્ધિઓ વિશે જાણવા માટે આ પ્રદર્શનની મુલાકાત લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિમલ કગથરાના હસ્તે આ પ્રદર્શની નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય રિવાબા, મનપા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને, રિવાબા જાડેજાએ પણ આ પ્રદર્શનની નિહાળી હતી.

આ બે દિવસીય પ્રદર્શન દ્વારા શહેરના લોકોને વડાપ્રધાન મોદીના વિઝન અને તેમના દેશ પ્રત્યેના સમર્પણ વિશે જાણવા મળશે. આ પ્રદર્શન દ્વારા નવી પેઢીને પણ વડાપ્રધાન મોદીના નેતૃત્વથી પ્રેરણા મળશે અને તેઓ દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા માટે પ્રેરાશે.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.