બોટાદ જિલ્લા પતંજલિ યોગ સમિતિ દ્વારા નિશુલ્ક સર્વ રોગ નિવારણ શિબિરનું આયોજન કરાયું - At This Time

બોટાદ જિલ્લા પતંજલિ યોગ સમિતિ દ્વારા નિશુલ્ક સર્વ રોગ નિવારણ શિબિરનું આયોજન કરાયું


બોટાદ જિલ્લા પતંજલિ યોગ સમિતિ દ્વારા નિશુલ્ક સર્વ રોગ નિવારણ શિબિરનું આયોજન કરાયું

બોટાદ જિલ્લા પતંજલિ યોગ સમિતિ દ્વારા નિશુલ્ક સર્વ રોગ નિવારણ યોગ વિજ્ઞાન શિબિરનું આયોજન કરવામાં આવેલ.જેના અનુસંધાને પરમ પૂજ્ય યોગ ઋષિ સ્વામી રામદેવજી મહારાજ તથા પરમ શ્રદ્ધેય આચાર્ય બાલકૃષ્ણજી મહારાજના પરમ શિષ્યા સાધ્વી શ્રીદેવાદેતીજી હરિદ્વાર થી ખાસ પધાર્યા હતા. જેમાં અનેક ભાઈઓ બહેનોએ આ નિશુલ્ક યોગ શિબિરનો લાભ લીધો હતો.કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે બોટાદના પૂર્વ ધારાસભ્ય ડોક્ટર ટી.ડી.માણીયા સાહેબ તથા ડોક્ટર આર.વી.પતંજલિ યોગ સમિતિ રાજ્ય પ્રભારી વિનોદભાઈ શર્મા,મહિલા રાજ્ય પ્રભારી તનુજા આર્ય,માયાબેન ઉપસ્થિત રહેલકાર્યક્રમની શરૂઆત દિપપ્રાગટ્યથી કરવામાં આવેલ.સ્વાગત પ્રવચન બોટાદના પ્રખર યોગ શિક્ષક વિરેન્દ્રસિંહ ભાટી (એમએ વીથ યોગા)દ્વારા કરવામાં આવેલ. પ્રસંગોચિત પ્રવચન ડોક્ટર દ્વારા કરવામાં આવેલ.ત્યારબાદ જિલ્લા યુવા પ્રભારી મયુરસિંહ ભાટી દ્વારા જિલ્લાની નવી સંગઠન ટીમની જાહેરાત કરવામાં આવેલ.સાધ્વી પૂ.દેવાદિતિજી દ્વારા યોગનું મહત્વ અને યોગ પ્રાણાયામ આસન સમજુતી સાથે ખૂબ જ તલસ્પર્શી જ્ઞાન સાથે યોગ શિખવામાં આવ્યા હતા તેમના સુમધુર સ્વરમાં મેરે ઘર રામ આયેંગે કીર્તન ધૂનનો લહાવો યોગ પ્રેમી જનતાને મળેલ.અને આ કાર્યક્રમને સફળ બનાવવા ડો.રોહિત લાણીયાસાહેબ, ડો.કાજલ લાણીયા,ઠાકરશીભાઈ ગઢડા,માયા બેન મોરડીયા,બાબુભાઈ કળથિયા,મયુરસિંહ ભાટી અને શાંતિભાઈ દાણીધારિયા તથા અન્ય મિત્રો દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવેલ.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર ધવલ ગાબુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.