STએ 53 હજાર વિદ્યાર્થીને મફતતેમજ સસ્તામાં મુસાફરી કરાવી - At This Time

STએ 53 હજાર વિદ્યાર્થીને મફતતેમજ સસ્તામાં મુસાફરી કરાવી


બસનો પાસ સ્કૂલ-કોલેજમાં પણ કાઢી અપાય છે

રાજકોટને સૌરાષ્ટ્રભરમાં શિક્ષણનું હબ માનવામાં આવે છે. અહીં નજીકના જિલ્લા અને તાલુકામાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળા અને કોલેજોમાં ભણવા આવે છે. એસટી બસમાં દરરોજ હજારો વિદ્યાર્થીઓ ગામડેથી અભ્યાસ કરવા શહેરમાં મુસાફરી કરતા હોય છે. ત્યારે એસટી ડિવિઝનની વિદ્યાર્થી પાસ સિસ્ટમ સ્કૂલ અને કોલેજોએ જતા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. છેલ્લા ઘણા સમયથી એસટી નિગમની વિદ્યાર્થી પાસ યોજના અમલી છે. જેમાં દીકરીઓને 100 ટકા તો દીકરાઓને 82.5% ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. રાજકોટ એસટી ડિવિઝન હેઠળ આવતા વિસ્તારમાં છેલ્લા આશરે 8 મહિનામાં 17 હજાર વિદ્યાર્થિનીને એસટી નિગમે મફત મુસાફરી કરાવી છે જ્યારે 36 હજાર વિદ્યાર્થીને 17.5% જ રકમ ચૂકવીને સસ્તી મુસાફરી કરાવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.