તા. ૨૧ જૂનના રોજ આરટીઓ રાજકોટ ખાતે ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે - At This Time

તા. ૨૧ જૂનના રોજ આરટીઓ રાજકોટ ખાતે ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે


રાજકોટ તા. ૨૦ જૂન - આર.ટી.ઓ.રાજકોટ ખાતે કાર્યરત ફોર વ્હીલર વાહનો માટેનો ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક તા.૨૧/૦૬/૨૦૨૪ના રોજ ટેકનિકલ કારણોસર બંધ રહેશે. આથી આ સમયગાળા દરમિયાન જે અરજદારોએ ફોર વ્હીલર વાહન માટે ટેસ્ટ ટ્રેકની અપોઈન્ટમેન્ટ લીધેલ છે તેમની એપોઇન્ટમેન્ટ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી રાજકોટ દ્વારા રીસીડ્યુલ કરી આપવામાં આવેલ છે, જેની રાજકોટ જિલ્લાની મોટરિંગ પબ્લિકને નોંધ લેવા તેમજ સહકાર આપવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી રાજકોટની યાદી દ્વારા વિનંતી કરવામાં આવે છે.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.