ભારે વરસાદ વચ્ચે જસદણમાં પાલિકા દ્વારા આશરે ૩૦૦ જેટલા નાગરિકોનું સ્થળાંતર
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
ભારે વરસાદની સ્થિતિ વચ્ચે જિલ્લા, તાલુકા તેમજ નગરપાલિકાઓમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર ખડેપગે કામ કરી રહ્યું છે. જસદણમાં વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી આવતાં, નગરપાલિકા તંત્ર દ્વારા ગત રાતથી આજે મોડી સવાર સુધીમાં આશરે ૩૦૦ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જસદણમાં ગઢડિયા રોડ, ગાંડી વોકળી, ભાદર નદીના કાંઠાના વિસ્તાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાનું શરૂ થતાં ડિઝાસ્ટરની ટીમોએ નાગરિકોને જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે ખસેડવાનું શરૂ કર્યું હતું. યાર્ડમાં દુકાનો ખોલાવીને સ્થળાંતરિત લોકોને આશરો આપવામાં આવ્યો છે. દરમિયાન જસદણ જીઆઈડીસી એસોસિએશન અને યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડ અને જસદણ નગરપાલિકાના પુર્વ પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલિયા એ જણાવ્યું હતું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ જસદણની ટીમનું કામ ઉડીને આંખે વળગે એવું રહ્યું છે સતત વરસતાં વરસાદમાં જ તેમણે બેખુબી ભરી કામગીરી કરી હતી તેમણે જણાવ્યું હતું કે સાતમ આઠમ ભારે વરસાદમાં રીતસર ધોવાઈ ગઈ હતી જસદણમાં સ્થળાંતર કરેલ લોકો જેમતેમ બે છેડા ભેગા કરીને જીવી રહ્યાં હતાં ત્યારે તેઓના રહેઠાણ જોખમી હોવાથી તેમને સ્થળાંતર કરવામાં આવ્યાં છે ત્યાં તેઓ માટે સરકાર અને સેવાભાવીઓ દ્ધારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી તે ખરેખર અભિનંદનને પાત્ર છે તેમણે ગરીબોને ટહુકતા રાખ્યાં હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.