રાણપુર તાલુકાના ઉમરાળા ગામે ગ્રામ પંચાયત દ્વારા નવ-નીર્મિત શાક માર્કેટની સાફ સફાઈ કરાઈ
(અજય ચૌહાણ દ્વારા)
બોટાદ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન 2024 અંતર્ગત 7 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. જેના ભાગરૂપે બોટાદના તમામ તાલુકાઓ અને ગામડાઓને આવરી લેવાયા છે. ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ગામે ગ્રામ પંચાયતના નેતૃત્વ દ્વારા નવ નીર્મિત શાક માર્કેટની સાફ સફાઈ કરવામાં આવી હતી. તેમજ ગામના જાહેર સ્થળો સહિત સામુહિક શૌચાલય અને શાળાઓ આસપાસ સફાઈ કામગીરી કરવામાં આવી હતી. આ તકે ગ્રામ પંચાયતની સાથે ગ્રામ લોકો પણ સહભાગી થઈ સ્વચ્છતા હી સેવામાં શ્રમદાન કર્યુ હતુ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
