આજે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકા તંત્રને નવનાથ જવાના માર્ગ પર ગંદકી હટાવવા તેમજ સ્ટ્રીટ લાઈટો રિપેર કરવા તેમજ ઉભરાતી ગટરો રિપેર કરવા અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું* - At This Time

આજે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકા તંત્રને નવનાથ જવાના માર્ગ પર ગંદકી હટાવવા તેમજ સ્ટ્રીટ લાઈટો રિપેર કરવા તેમજ ઉભરાતી ગટરો રિપેર કરવા અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું*


સિહોર એટલે સૌરાષ્ટ્રની છોટેકાશી નગરી તરીકે પ્રખ્યાત છે અને શ્રાવણ માસ શરૂ થવાને બે- ત્રણ દિવસની જ વાર છે ત્યારે સિહોર ખાતે આવેલ નવનાથ મહાદેવ સહિતના શિવાલયો માં દર્શનાર્થે રાજ્યભરના યાત્રિકો નવનાથ યાત્રા કરવા માટે આવતા હોય છે ત્યારે આ મંદિર તરફ જવાના માર્ગ પર સ્ટ્રીટ લાઈટ,ગંદકી અને તૂટેલા રોડ રસ્તાઓ વગેરે અનેક પ્રકારની સમસ્યાઓ છે તથા સિહોરના વોર્ડ ૩ અને ૭ સહિત સિહોરના મોટાભાગના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે જેને સત્વરે રિપેર કરવા આવે તે માટે આજરોજ સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સિહોર નગરપાલિકા ચીફ ઓફિસર ને આવેદન પત્ર આપીને નવનાથ મહાદેવ જવામાં રસ્તાને તાકીદે રિપેર કરાવવા માં આવે ,તેમજ આ નવનાથ જવાના માર્ગ ઉપર ઉભરાતી ગટર લાઈન સાફ કરવામાં આવે તેમજ બંધ પડેલી સ્ટ્રીટલાઇટ ને વહેલીતકે રિપેર કરાવવા તથા આ મંદિરો આસપાસ નિયમિત સાફ સફાઈ કરાવવા અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ તકે સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ, ધીરુભાઈ ચૌહાણ, કેતનભાઈ જાની,યુવરાજ રાવ, ડી પી.રાઠોડ, ઈશ્વર નમસા માનસંગ ડોડીયા,ધવલ પલાણીયા,રાજુ ગોહેલ, પી.ટી. સોલંકી,દેવ મકવાણા, કિરીટસિંહ મોરી, વિપુલભાઈ ત્રિવેદી,મગનભાઈ વગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.