રાજકોટમાં ફઈની પુત્રીના વિયોગમાં 21 વર્ષીય યુવકનો ફાંસો ખાઈ આપઘાત - At This Time

રાજકોટમાં ફઈની પુત્રીના વિયોગમાં 21 વર્ષીય યુવકનો ફાંસો ખાઈ આપઘાત


રાજકોટમાં રંભામાની વાડી પાસે રિક્ષાચાલકના 21 વર્ષીય પુત્રએ ફઈની પુત્રીના વિયોગમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી સાથે ગમગીની છવાઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર હિંમતનગર- 5 માં રંભામાની વાડી પાસે રહેતો સની વેલાભાઈ સાટીયા (ઉ.વ.21) નામના યુવકે પોતાના ઘરે પંખાના હુકમાં ચુંદડી વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પરિવારજનોને જાણ થતાં તાત્કાલિક યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરાતા હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ખેર દોડી આવ્યા હતાં અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વધુમાં મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, સની ત્રણ ભાઈ- એક બહેનમાં વચ્ચેટ હતો. તે પહેલાં ખાનગી કંપનીમાં નોકરી કરતો અને એક માસથી બેરોજગાર હતો. તેમજ તેની પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં તેમજી ફઇની પુત્રીનું ચાર વર્ષ પહેલાં બીમારીથી મોત નીપજ્યું હતું. તે બાદ તે માનસિક રીતે ભાંગી પડ્યો હતો અને બહેનના વિયોગમાં પગલું ભરી લીધાનું લખ્યું હતું. બનાવથી પરિવારમાં કલ્પાંત સાથે શોક છવાયો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.