ગુજરાતની ૫૦ વર્ષ ઉપરની વિધવા માતાઓ પાસેથી પૂન:લગ્ન કરેલ ન હોવાના દાખલા માંગવાનું બંધ કરવાટિમ ગબ્બર ની રજુવાત
ટિમ ગબ્બર ગુજરાતના સુરતના એડવોકેટ કાંતિભાઈ ગજેરા તથા વિસાવદર ના એડવોકેટ નયનભાઇ જોશીને ગુજરાતની ગંગા સ્વરૂપા માતાઓ તથા બહેનો દ્વારા રજુઆત મળી છે કે ગુજરાત સરકાર દ્વારા દરમહીને વિધવા સહાયની રકમ ચુકવવામાં આવે છે તે પગલું સરાહનીય છે પરંતુ સમગ્ર ગુજરાતની મોટી ઉંમરે વિધવા થયેલી માતાઓ તથા બહેનો કે જેમની ઉંમર ૬૦ વર્ષ ઉપરની હોય તેઓની પાસેથી પુનઃલગ્ન કરેલ નહિ હોવાના આધાર પુરાવા માંગવામાં આવતા હોય જે કેટલે અંશે વ્યાજબી ગણાય ગુજરાતમાં સંવેદનશીલ સરકાર હોય ત્યારે ગુજરાતની બહેનોની આવી કફોડી હાલત હોય શકે નહીં તેથી વ્હેલાસર ગુજરાતમાં જયા જ્યા આવા બહેનોને નવી વિધવા પેનશનની અરજી સ્વીકારવામાં આવે તેમા સહાનુભૂતિ દાખવી તેની સરકાર દ્વારા તપાસ કરી કરાવી બાકી રહેતી વિધવા બહેનો માતાઓના કિસ્સામાં આવા દાખલા કે પ્રમાણપત્ર મેળવવાનો આગ્રહ ન રખાય તેવી અમારી માંગણી સાથે રજુઆત છે ઉપરાંત સરકારની સૂચના મુજબ આવી તમામ વિધવા અને વૃદ્ધ બહેનો અભણ હોય ઉંમરના કારણે તેઓના અંગુઠાની છાપ બેંકમાં ન આવતી હોય અને નેટના કારણે પણ આવું બનતું હોય આ સંજોગોમાં આવા વૃદ્ધ બહેનો પ્રત્યે સરકાર સહાનુભૂતિ દાખવી વ્યવહારુ ઉકેલ લાવે વિકલ્પે પોસ્ટ દ્વારા મનીઓડરથી આવી રકમ ચૂકવાઈ તેવી વ્યવસ્થા કરી આપે તેવી પણ અમારી ટિમ ગબ્બરની માંગ સાથે રજુઆત છે.
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.