ટીઆરપી ગેમ ઝોનનું ડિમોલિશન નકરવા પણ સાગઠિયાએ લાંચ લીધી’તી
કોર્પોરેટર રામાણીએ ભલામણ કર્યાનો કર્યો હતો સ્વીકાર
રાજકીય નેતાની સંડોવણીનો સૌથી પહેલો મોટો સ્વીકાર| હવે એસીબીએ રચેલી સીટના અધિકારીઓ જેલમાં જઇને સાગઠિયા પાસેથી કાંડમાં સંડોવાયેલા રાજકીય નેતાઓના નામ ઓકાવશે
પૂર્વ ઇન્ચાર્જ ટીપીઓએ છેલ્લા 12 વર્ષમાં કરેલી તમામ કામગીરીનો ડેટા મનપા પાસેથી મગાવતી એસીબી
રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ઇન્ચાર્જ ટીપીઓએ રિમાન્ડ દરમિયાન એસીબી સમક્ષ ચોંકાવનારી કબૂલાત આપી હતી. સાગઠિયાએ સ્વીકાર્યું હતું કે, ટીઆરપી ગેમ ઝોનનું ડિમોલશિન ન કરવા પણ તેણે લાંચ લીધી હતી. જોકે તે રકમ કેટલી અને કોની પાસેથી લીધી હતી તે અંગે યાદ નહીં હોવાનું રટણ રટ્યું હતું, તો અગાઉ ભાજપના કોર્પોરેટર રામાણીએ ગેમ ઝોનનું ડિમોલિશન નહીં કરવા માટે ભલામણ કર્યાનો સ્વીકાર કર્યો હતો. સાગઠિયાની કબૂલાતથી રામાણી સામે ગાળિયો કસાશે તેવું નિશ્ચિત મનાઇ રહ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.