ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ત્રિશુલ દીક્ષા અને કાર્યાલય ઉદ્ઘાટન દ્રી કાર્યક્રમ યોજાયો - At This Time

ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ત્રિશુલ દીક્ષા અને કાર્યાલય ઉદ્ઘાટન દ્રી કાર્યક્રમ યોજાયો


ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ત્રિશુલ દીક્ષા અને કાર્યાલય ઉદ્ઘાટન દ્રી કાર્યક્રમ યોજાયો જેમાં ગઢડા બીએપીએસ મંદિર કોઠારી આઘ્યાત્મ સ્વરૂપ સ્વામી, શિક્ષાપત્રી મંદિર હરીપ્રકાશ સ્વામી,રોહીશાળા નગાલાખા ઠાકર મંદિર રાજુભગત, વિશ્વ હિન્દુ પરિષદ બોટાદ જીલ્લા અને ભાવનગર વિભાગના પદાધિકારીઓ, રાજકીય અને સામાજીક આગેવાઓ ખાસ ઉપસ્થિત રહ્યા.

ગઢડા શહેરમાં રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામા આવે છે.આ અંગે અર્જુનભાઈ રાજ્યગુરુ વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ અધ્યક્ષ જણાવ્યું કે આજરોજ ભાવસાર સમાજની વાડી ખાતે રામ નવમીના ભવ્ય શોભાયાત્રા નિમિત્તે કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું છે.ત્યારે બહોળી મોટી સંખ્યામાં બજરંગ દળ કાર્યકર્તાઓ, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ તેમજ નગરજનો, રાજકીય, સામાજીક,આગેવાનો અને રામભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,આગામી તારીખ 06/04/25 રવિવાર ના રોજ રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા અંબાજી ચોક ખાતેથી નીકળવાની હોય જેની અંદર અલગ અલગ કાર્ટુન સહિત ભાગ લઈ વિશાળ શોભાયાત્રા નીકળશે છે. ત્યારે ગઢડા નગરમાં ખૂબ મોટી સંખ્યામાં રામભક્તો આ શોભાયાત્રા નો લાભ લે અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ શોભાયાત્રા ચોથા વર્ષે પ્રવેશ કરી રહી છે. દરેક હિન્દુઓને આ શોભા યાત્રામાં પધારવા ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવે છે. આજરોજ ભાવસાર સમાજની વાડી ખાતે કાયૉલય ઉદઘાટન સાથો સાથ ત્રિશૂળ દીક્ષા નો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 70 જેટલા બજરંગ દળ માં કાર્યકર્તાઓ જોડાયા હતા.
રિપોર્ટ.. ચંદ્રકાંત સોલંકી ગઢડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image