મહીસાગર જિલ્લાના લુણાવાડા ના પટ્ટણ ગામે સમાજ ઘરનું થયું ભૂમિ પૂજન - At This Time

મહીસાગર જિલ્લાના લુણાવાડા ના પટ્ટણ ગામે સમાજ ઘરનું થયું ભૂમિ પૂજન


મહીસાગર કાંઠે વસેલું પટ્ટણ ગામ કે જ્યાં માછી સમાજની કૂળદેવી મા ચામુંડા માતાનું ધામ આવેલું છે. બાવન ગામ માછી સમાજ પૈકી આજુબાજુ મા વસતા બારગામમાછી સમાજના ગામો છે . સમાજનું એક સમાજઘર હોવું જરૂરી છે. આ નક્કી થતાં સમાજઘર નું આજરોજ તા. ૧૦મી સપ્ટેમ્બર ૨૦૨૩ને રવિવારે ૨.૧૫.કલાકે સમાજ સેવક કાળુભાઈ વી. માછીના વરદ હસ્તે તથા સમાજ ઘર ના બાંધકામ માટે ખોદેલા દરેક કોલમ પર દરેક ગામના આગેવાન ભાઈઓ ઊભા રહીને પૂજન કરી શ્રીફળ વધેરીને ભૂમિ પૂજન કરવામાં આવ્યું.બારગામમાછી સમાજના આગેવાનો યુવાનો. ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં.સમાજના યુવાનો ભાઈઓ તથા આગેવાનોએ તન મન અને ધનથી સહકાર આપવા નિરધાર કર્યો હતો.પૂજન પૂરુ થતાં પ્રસાદ લઈ આવેલા ભાઈઓ બહેનો છૂટા પડ્યા.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.